એશિયાના સૌથી મોટા બજાર ઊંઝા એપીએમસીમાં 35 વર્ષ બાદ સત્તા પરિવર્તન, આશા પટેલનો કબ્જો, નારણ લલ્લુની હાર.

June 10, 2019
 715
એશિયાના સૌથી મોટા બજાર ઊંઝા એપીએમસીમાં 35 વર્ષ બાદ સત્તા પરિવર્તન, આશા પટેલનો કબ્જો, નારણ લલ્લુની હાર.

મૂળ કોંગ્રેસી-પક્ષપલ્ટુ ધારાસભ્ય આશા પટેલનો ઊંઝા મતવિસ્તારમાં રાજકીય પ્રભત્વ વધ્યું છે કેમ કે, છેલ્લા ૩૫ વર્ષથી ઊંઝા એપીએમસી પર કબ્જો ધરાવી એક હથ્થું શાસન કરનારા નારણ લલ્લુ જૂથનો સફાયો થયો છે. ઊંઝા એપીએમસીની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આશા પટેલના સમર્થક દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ ચૂંટણી મેદાને હતા.

થોડીક વાર પહેલા જ ઊંઝા એપીએમસીની ચૂંટણીના પરિણામો આવ્યા છે. પ્રથમ તબક્કામાં ચોંકાવનારાની વાત બહાર આવી છે કે, ધારાસભ્ય નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલ હારી ચુક્યા છે. આ ઉપરાંત અન્ય સાત ઉમેદવારો પણ હાર્યા છે. એશિયાના સૌથી મોટા ઊંઝા બજાર પર હવે આશા પટેલ જૂથે કબ્જો જમાવ્યો છે. નારણ લલ્લુ જુથના વિશ્વાસ પેનલનો કારમો પરાજય થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય વખતથી નારણ લલ્લુ અને આશા પટેલ વચ્ચે રાજકીય ખટરાગ ચાલી રહ્યો છે.

ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય આશા પટેલનું રાજકીય કદ વધ્યું છે. જ્યારે નારણ લલ્લુની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ મુકાયો છે.

Share: