ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ સ્મિથથી માંગી માફી

June 10, 2019
 142
ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ સ્મિથથી માંગી માફી

ભારતીય ટીમે ગઈ કાલે રમાયેલ વર્લ્ડ કપ ૨૦૧૯ ની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમને હરાવી દીધું હતું. ઓપનર શિખર ધવનની શાનદાર સદીના આધારે ભારતે પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, જેને ઓસ્ટ્રેલીયન ટીમ પ્રાપ્ત કરી શકી નહોતી. પરંતુ શાનદાર જીત બાદ પણ મેચમાં કંઇક થયું એવું કે, કેપ્ટન વિરાટ કોહલીને માફી માંગવી પડી હતી. વિરાટ કોહલીએ આ માફી કોઈ બીજા નહી પરંતુ ઓસ્ટ્રેલીયન ખેલાડી સ્ટીવન સ્મિથથી માંગી છે.

વાસ્તવમાં, થયું કંઇક એવું કે, જયારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે સ્ટીવન સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમની પાછળ ઉભા રહેલા ભારતીય ચાહકોએ હુટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું, ચાહકો સતત સ્ટીવન સ્મિથને ‘ચીટર’ કહી બુમો પાડી રહ્યા હતા. આ બધું ત્યારે થઈ રહ્યું હતું જયારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા.

પછી શું, વિરાટ કોહલીએ બેટિંગ છોડી ભારતીય ચાહકો તરફ ઈશારો કર્યો અને તેમને હુટિંગ ના કરવાનું કહ્યું. એટલું જ નહીં, વિરાટ કોહલીએ ચાહકોથી અપીલ કરી કે ટેસ્ટ સ્ટીવન સ્મિથ માટે તાળીઓ પાડી અને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. ત્યાર બાદ ચાહકોએ એવું જ કર્યું છે.

મેચ બાદ જયારે વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરવા આવ્યા તો તેમને સંપૂર્ણ ઘટના સમજાવી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, તે (સ્ટીવન સ્મિથ) ક્રિકેટ રમત રમી રહ્યા છે. તેમાં (સ્ટીવન સ્મિથ) જે ભૂલ થઈ છે તે તેના માટે શર્મિદા છે અને માફી પણ માંગી ચુક્યા છે અને હવે તે નીષ્ટાથી ક્રિકેટ રમી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરનું નામ બોલ સાથે છેડછાડ કરવા આવ્યા હતું, જેને લઈને તેમના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં હવે તેમને વાપસી કરી છે. વિરાટ કોહલીએ ભારતીય ચાહકો તરફથી માફી માંગી, જેને લઈને તેમના સ્પિરિટની પ્રશંસા પણ કરવા આવી રહી છે.

Share: