યુવરાજ સિંહ ક્રિકેટ છોડ્યા બાદ હવે શું કરશે, શું છે તેમનો ફ્યુચર પ્લાન

June 16, 2019
 343
યુવરાજ સિંહ ક્રિકેટ છોડ્યા બાદ હવે શું કરશે, શું છે તેમનો ફ્યુચર પ્લાન

યુવરાજ સિંહ, ટીમ ઇન્ડિયાના તે ખેલાડી જેને બે વર્લ્ડ કપ (૨૦૦૭ ટી-૨૦, ૨૦૧૧ વર્લ્ડકપ) ભારતને જીતાડ્યા છે. આજે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ૧૯ વર્ષની કારકિર્દી આજે સમાપ્ત થઈ ગઈ છે. એ કહેતા યુવરાજ સિંહ મીડિયા સામે ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન તેમને પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો, તેની સાથે એ પણ બતાવ્યું છે કે, હવે તે શું કરશે.

યુવરાજ સિંહે જણાવ્યું છે કે, પોતાના જીવનો લાંબો સમય ક્રિકેટને આપ્યા બાદ હવે મેં આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. પરંતુ હવે મેં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તેમને જણાવ્યું છે કે, હવે તે કેન્સર દર્દીઓ માટે કામ કરશે, લોકોની મદદ કરશે.

સિક્સર કિંગના નામથી પ્રખ્યાત યુવરાજ સિંહે જણાવ્યું છે કે, તે પોતાની ફાઉન્ડેશન You We Can ના હેઠળ દેશભરમાં કેન્સર દર્દીઓ માટે કેમ્પ લગાવશે, બીમાર લોકોની મદદ કરશે.

તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહ પોતે કેન્સરથી લડી વાપસી કરી ચુક્યા છે. ૨૦૧૧ વર્લ્ડ કપ બાદ તેમના કેન્સરની જાણ થઈ હતી, ત્યાર બાદ તેમને લગભગ બે વર્ષ કેન્સરથી લડાઈ હતી. પરંતુ બાદમાં તેમને ટીમમાં વાપસી કરી હતી. કેન્સરથી બહાર આવ્યા બાદ યુવરાજ સિંહે પોતાની એક ફાઉન્ડેશન શરૂ કરી હતી ‘You We Can’ જેના હેઠળ તે કેન્સર પીડિતોની મદદ કરશે.

યુવરાજ સિંહે પોતાની સ્પિચમાં ઘણા લોકોનો આભાર માન્યો હતો. તેમને ટીમના ખેલાડી, ભૂતપૂર્વ કેપ્ટન, બીસીસીઆઈ, પસંદગીકર્તા અને પોતાની માતા શબનમ સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેના સિવાય યુવરાજ સિંહે પોતાના ગુરુઓ બાબા અજીત સિંહ અને બાબા રામ સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે છેલ્લા લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યા હતા, સતત ઘરેલું ક્રિકેટમાં રન બનાવ્યા બાદ તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શક્યા નહીં. તેનો જાણકારી તેમને પ્રેસ કોન્ફરન્સમાં પણ આપી હતી.

Share: