મોદી જી ૧૩ જવાનો સાથે વિમાન ને શોધી શકતા નથી અને શ્રીલંકા ને ખોટો ભરોસો આપે છે

June 10, 2019
 316
મોદી જી ૧૩ જવાનો સાથે વિમાન ને શોધી શકતા નથી અને શ્રીલંકા ને ખોટો ભરોસો આપે છે

૩૦ મે ના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી વિદેશ માં ફરવાનો શોખ બાકી ના રખાય તેમ માલદીવ અને શ્રીલંકા ના પ્રવાસે નરેન્દ્ર મોદી જઈ આવ્યા છે. માલદીવ માં શુક્રવાર મસ્જિદ ની નિભાવ ની જવાબદારી નો જુમલો બોલી ને શ્રીલંકા પણ આંટો મારી દીધો છે હમણાં થોડા દિવસો પહેલા શ્રીલંકા મા આતંક વાદી ઓ એ કરેલા બોમ્બ ધડાકા મા સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા શ્રીલંકા પણ હાલ ભય ભિત થઈ ચૂક્યું છે પણ શ્રીલંકા મા વર્ષો સુધી અંદર અંદર આવી લડાઈ ચાલતી રહી હતી જ્યારે જ્યારે પ્રભાકરન નું મૃત્યુ થયું ત્યાર બાદ ત્યાં થોડી ઘણી શાંતિ સ્થાપિત થઈ હતી શ્રીલંકા ના આતંકવાદીઓ એ ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ની બોમ્બ ધડાકા મા હત્યા કરી હતી અને થોડા દિવસો પહેલા આવી રીતે સંખ્યા બંધ બોમ્બ ધડાકા મા શ્રીલંકા થયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ શ્રીલંકા ની સરકાર ને ભરોશો આપ્યો છે કે અમે તમારી સાથે છીએ. ત્યારે મારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને કહેવું છે કે નરેન્દ્ર મોદી સાહેબ પાછલા 5 વર્ષ મા કાશ્મીર મા થતાં હુમલા ને તમે અને તમારું inteligns રોકી શક્યું નથી. દેશમાં નક્સલ વાદીઓ ના હુમલા તમે બંધ નથી કરાવી શકતા.

દેશમાં નાની નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે તે નથી રોકી સકતા કેટલાય લોકો દેશ ની બેન્કો ની લોનો ચૂકવ્યા વિના વિદેશ ભાગી ગયા છે તેમને દેશ મા નથી લાવી શકતા. એર સ્ટ્રાઇક વખતે તમારા વ્હાલા લોકો પત્રકારો અને અમિત શાહ ને પાકિસ્તાન ની મીલીટરી ની ૩૫૦ ત્રણસો પચાસ લાશો દેખાય છે ગણાય છે ટીવી ચેનલો પર પેડ મિડીયા દ્વારા મહિનાઓ સુધી બાળકો ટ ની સદંતર ખોટી વતો કરી ને દેશ ના નાગરિકો ના મગજ ફેરવી ને વોટ બેન્ક ની ગંદી રાજનીતિ થાય છે પણ છેલ્લા અઠવાડિયા થી દેશ ના ૧૩ મીલીટરી જવાનો સાથે વાયુસેના નું વિમાન ક્યાં ગયું છે તે કેમ ખબર નથી પડતી. સોશીયલ મીડીયા મા એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વિમાનને ચીની સૈનિકો એ કદાચ તોડી નાખ્યું હશે પણ ચીન સામે પાછલા 5 વર્ષ મા કઈ નજર થી વાત કરી છે તે જનતા જાણે છે એટલે જનતા અંદર અંદર કહી રહી છે કે નરેન્દ્ર મોદી ની તાકાત નથી કે ચીન ની સરકાર ને આંખ ઊંચી કરીને ૧૩ જવાનો સાથે ગુમ થયેલા વાયુ સેના ના વિમાન વિશે 4 શબ્દો કહી શકે ચુંટણી પ્રચાર વખતે દેશ નો સરસ વિકાસ કરનાર દેશ પ્રેમી પાર્ટી કોંગ્રેસ ને ઉછલી ઊછલી ને જેમ બોલો છો તેમ ચીન ની સરકાર ને કશું કહી તો જુવો પછી દેશ ની જનતા ને એમ કહો કે હું રાષ્ટ્રવાદી છું.

તમામ મોરચે એક નિષ્ફળ વ્યક્તિ તરીકે તમે શ્રીલંકા સરકાર ને ખોટો દિલાસો આપી આવ્યા છો તે શ્રીલંકા ની જનતા અને સરકાર બધા જાણતા જ હોય કે પોતાનું વાયુ સેના નું વિમાન શોધી શકવા સક્ષમ નથી તે અમારી મદદ કેવી રીતે કરશે. ત્યારે એટલું જ કહેવાનું કે નરેન્દ્ર મોદી જી તમારી પાસે બહુમતી વાળા સાંસદો છે ત્યાં સુઘી તમે હરો ફરો જેમ તેમ બોલશો તો પણ તમને કોણ રોકી શકવાનું છે પણ એક વાત ચોક્કસ છે કે જેમ પાડોશી દેશ નેપાળ તમને ઓળખી ગયો છે તેમ ધીરે ધીરે બીજા દેશો મા તમારા વિશે ગુસપુસ વાતો તો ચાલે છે જ.

Share: