ઉત્તર પ્રદેશ અને દેશમાં બળાત્કાર અને હત્યા મા વધારો. ભાજપ મંત્રી નું સગીરાઓ માટે શરમ જનક નિવેદન

June 10, 2019
 329
ઉત્તર પ્રદેશ અને દેશમાં બળાત્કાર અને હત્યા મા વધારો. ભાજપ મંત્રી નું સગીરાઓ માટે શરમ જનક  નિવેદન

ઉત્તર પ્રદેશ ગુજરાત અને દેશમાં અને જ્યાં જ્યાં ભાજપ નું રહ્યો મા શાસન છે ત્યાં અસામાજિક તત્ત્વો રાજકારણીઓ ની મિત્રતા ને કારણે બેફામ બન્યા છે અને હાલ માં દેશ મા જ્યાં જુઓ ત્યાં બળાત્કાર અને છેડતી ના બનાવો બની રહ્યા છે રાજ્યો ની પોલીસ પણ ક્યાં દોડે પોલીસ ની હાલત એવી થઈ ગઈ છે ૧૫/૨૦ ટકા જેટલી પોલીસ તો vip અને રાજકારણીઓ ની સુરક્ષા માટે લાગેલી હોય છે અને બાકી ની પોલીસ મા બીજી ૧૦/૧૫ ટકા પોલીસ ટ્રાફિક જામ ના થાય તે માટે વ્યસ્ત હોય છે.૫ ટકા જેટલા લોકો યેન કેન પ્રકારે જાણે નોકરી કે ફરજ પ્રત્યે ગંભીર વફાદારી નથી બજાવતા જેમાં અમુક તો મોટા અધિકારીઓ ના મનીતા હોઈ તેમના ઘરે પત્ની બાળકો ની સરભરા મા લાગેલા હોય છે ૫ ટકા જેટલો સ્ટાફ વોરંટ બજાવવા કોર્ટ ના કામે કે બહારગામ આરોપી ઓ ની તપાસ માટે હોય છે ત્યારે હાજર રહેલો જે તે પોલીસ સ્ટાફ ૮/૧૨ કલાક ની શિફ્ટ મા ફરજ બજાવી રહેતો હોય છે તે પણ દોડાદોડી કરી ને થાકી જાય છે જોવા જઈએ તો આજે દેશ મા ૩૫/૫૦ ટકા જેટલા બીજા પોલીસ મેન ની જરૂર છે અને સામે રાજકારણીઓ ની છત્ર છાયા હેઠલ અસામાજિક તત્ત્વો એટલી હદે બેફામ બન્યા છે કે રસ્તા પર પોતાના પતિ સાથે નીકળેલી મહિલા ની છેડતી કરતા ડરતા નથી ત્યારે એકલ દોકલ યુવતીઓ ની સલામતી ભગવાન ભરોસે.

તેના કારણે પાછલા એક વર્ષમાં ગુજરાત મા ૧૨૪૧ મહિલાઓ એ છેડતી ની ફરિયાદો નોંધાવી છે ત્યારે સમાજ સમજે છે કે ૧૦૦ થી વધારે મહિલા ઓ ની છેડતી થાય ત્યારે એકાદ મહિલા જ ક્યારેક આવી ફરિયાદ દાખલ કરે છે અમદાવાદ મા પાછલા એક વર્ષમાં ૨૪૧ મહિલાઓ એ છેડતી ની ફરિયાદ નોંધાવી છે. જ્યારે દેશ મા નાની બાળકીઓ પર બળાત્કાર કરી ને હત્યા કરી ને જ્યાં ત્યાં ફેકી દેવા ની ઘટના વધી ગઈ છે. ત્યારે ભાજપ ના નેતાઓ પોતાના હોઠ સીવી ને બેઠા છે અને પાછલા સપ્તાહે જ્યાર થી દેશ ના ગૃહ પ્રધાન અમિત શાહ બન્યા છે ત્યાર થી દેશમાં અસામાજિક તત્ત્વો જાણે દિવાળી જેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ સમાજ વિરોધી કામ કરવા મા મસ્ત હોય તેવું લાગે છે. એક તરફ ભાજપ નું સૂત્ર છે કે બેટી બચાઓ બેટી પઢાઓ અને બીજી તરફ ભાજપ ના શાસન વાળા રાજ્ય ઉત્તર પ્રદેશ ના એક મંત્રી એ એવું નિવેદન આપ્યું છે કે હાલ મા બલાત્કાર એટલે વધી ગયા છે કે એક એક સગીરા ઓ ને ૭/૮ લોકો સાથે પ્રેમ સંબંધ હોય છે અને ૩૦/૩૫ વર્ષ ની મહિલાઓ પર થતા બલાત્કાર માટે તેમના સંબંધો જવાબદાર હોય છે.

આ નિવેદન કરનાર ભાજપ ના મંત્રી નું નામ ઉપેન્દ્ર તિવારી છે. જ્યાં જુઓ ત્યાં ભાજપ મા આવી ગંદી વિચાર ધારા વાળા લોકો જ ભર્યા છે તેઓ સરકાર મા બેઠા પછી પોતાની ફરજ બજાવતા નથી અને પોતે હાથ અધ્ધર કરી ને સમાજ નો વાંક કાઢે છે છતાં પણ ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આવા મંત્રી ને કાઢી નહિ મૂકે. ત્યારે દેશ ના રાષ્ટ્ર પતી અથવા સુપ્રીમ કોર્ટે આવા નેતાઓ ને નિવેદન આપવા બદલ પદ પરથી રાજીનામું લેવડાવી ને ફરિયાદ દાખલ કરવી જોઈએ કારણ કે મંત્રીઓ ના આવા નિવેદનો ને કારણે અસામાજિક તત્વો બેફામ બની ને ગુનો કરવા પ્રેરાય છે.

Share: