વરસાદના કારણે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની મેચ રદ, બંને ટીમને મળ્યો ૧-૧ પોઈન્ટ

June 11, 2019
 171
વરસાદના કારણે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની મેચ રદ, બંને ટીમને મળ્યો ૧-૧ પોઈન્ટ

આઈસીસી વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ગઈ કાલે રમાયેલ મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી. મેચમાં માત્ર ૭.૩ ઓવરની રમત રમાઈ અને ત્યાર બાદ વરસાદના કારણે રમવાના લાયક સ્થિતિ ના બનતા અમ્પ્યારોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

વરસાદના રોક્યા બાદ અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યું, પરંતુ સ્થિતિને રમતની અનુરૂપ ના જોતા મેચને અહીં સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. આ મેચ રદ થવાથી બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

આ વર્લ્ડ કપમાં આ બીજી મેચ છે, જે વરસાદના કારણે રદ થઈ છે. આ અગાઉ સાત જુને બ્રિસ્ટલમાં પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ પણ વરસાદને ભેટ રહી હતી અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. આ મેચ રદ થવાથી સાઉથ આફ્રિકાને ટુર્નામેન્ટમાં ત્રણ હાર બાદ પોતાનો પ્રથમ પોઈન્ટ મળ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝના આ મેચ રદ થવાથી તેમના ત્રણ પોઈન્ટ થઈ ગયા છે. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મેચમાં ૭.૩ ઓવર બાદ વરસાદ આવવાથી મેચને બંધ કરવી પડી હતી. ત્યાર બાદ મેચ ફરીથી શરૂ થઈ નહિ.

સાઉથ આફ્રિકાએ આ દરમિયાન બે વિકેટ ગુમાવી ૨૯ રન બનાવ્યા હતા. શેલ્ડન કોટ્રેલે હાશિમ આમલા (૬) અને એડન માર્કમ (૫) ની વિકેટ લીધી હતી. ક્વિન્ટન ડી કોક ૧૭ અને ફાફ ડુ પ્લેસિસ શૂન્ય પર અણનમ હતા.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ : જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રીસ ગેલ, એવીન લુઇસ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેઈથવેઇટ, શેલ્ડન કાર્ટરેલ, એશ્લે નર્સ, કેમાર રોચ, ઓશાને થોમસ.

સાઉથ આફ્રિકાની ટીમ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ આમલા, ક્વિન્ટન ડી કોક, જેપી ડયુમિની, એડન માર્કરામ, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવેઓ, કાગીસો રબાડા, તબરેજ શામસી, ઇમરાન તાહીર, રાસી વાન ડેર ડુસેન, ક્રીસ મોરીસ

Share: