રાજ્યસભાની ચૂંટણી પહેલા થશે રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ, વાઘાણી બનશે મંત્રી.

June 11, 2019
 432
રાજ્યસભાની ચૂંટણી પહેલા થશે રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ, વાઘાણી બનશે મંત્રી.

રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થવાની સંભાવના છે. થોડાક જ દિવસોમાં અમિત શાહ ગુજરાતની મુલાકાતે લેવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન નો હવાલો સંભાળ્યા બાદ અમિત શાહનો અમદાવાદ પ્રવાસ ઘડાઈ રહ્યો છે. ત્યારે તે વખતે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઇ શકે છે. સૂત્રો કહે છે કે, રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રીપદ મળી શકે છે. આ ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રીપદ આપી પ્રમોશન અપાશે. બોર્ડ નિગમોમાં નિમણુંક આપવાનો રાજકીય તખ્તો તૈયાર થઇ ચુક્યો છે.

Share: