બિનસત્તાવાર વનડે : શ્રીલંકાએ ડકવર્થ લુઇસ પ્રમાણે ભારતને ૬ વિકેટથી હરાવ્યું

June 11, 2019
 165
બિનસત્તાવાર વનડે : શ્રીલંકાએ ડકવર્થ લુઇસ પ્રમાણે ભારતને ૬ વિકેટથી હરાવ્યું

બેલાગાવીમાં રમાયેલ ત્રીજી બિનસત્તાવાર વનડે મેચમાં શ્રીલંકા એ ટીમે ઇન્ડિયા એ ટીમને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ૬ વિકેટથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ઇન્ડિયા એ ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૧ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ૪૦ ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર ૪ વિકેટે ૨૨૧ રન હતો ત્યારે વરસાદ આવી ગયો હતો. ત્યાર બાદ તેમને ૪૬ ઓવરમાં ૨૬ નો ટાર્ગેટ મળ્યો જેને તેમને ૪૩.૫ ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ૩૬ રન આપી ૫ વિકેટ લેનાર ચમિકા કરુણારત્નેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

આ અગાઉ ઇન્ડિયા એ ટીમના કેપ્ટન ઇશાન કિશને ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રશાંત ચોપરાની સાથે મળી તેમને પ્રથમ વિકેટ માટે ૧૩.૨ ઓવરમાં ૭૨ રનની ભાગીદારી કરી હતી. ઇશાન કિશને ૨૫ રન બનાવ્યા અને પ્રશાંત ચોપરાએ ૧૨૫ બોલમાં ૧૨૯ રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં દીપક હુડાએ પણ ૫૩ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય શિવમ દુબેએ ૨૮ અને વોશિગ્ટન સુંદરે ૨૬ રનની ઇનિંગ રમી ટીમનો સ્કોર ૩૦૦ ની નજીક પહોંચાડ્યો હતો. શ્રીલંકા તરફથી ચમિકા કરુણારત્નેએ ૧૦ ઓવરમાં ૩૬ રન આપી ૫ વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ઘણી સારી રહી હતી. નિરોશન ડીકવેલા અને સંગીત કુરેની જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૭ ઓવરમાં ૮૨ રનની ભાગીદારી કરી હતી. ડીકવેલાએ ૫૮ બોલમાં ૬૨ રન બનાવ્યા હતા. જ્યારે કુરેએ ૧૦૩ બોલમાં ૮૮ રનની ઇનિંગ રમી હતી. આ સીરીઝમાં શાન્દ્ર પ્રદર્શન કરી શેહાન જયસુર્યાએ વધુ એક સારી ઇનિંગ રમી અને ૬૮ બોલમાં ૬૬ રન બનાવ્યા હતા. અંતમાં દસુન શનાકાએ ૨૨ બોલમાં અણનમ ૩૬ રન બનાવી પોતાની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી દીધું હતું.

Share: