એનડીએમાં શરુ થયો વિવાદ, શિવસેનાએ કહ્યું મોદી સરકારનો બેટી બચાવોનો નારો માત્ર દેખાવો

June 11, 2019
 725
એનડીએમાં શરુ થયો વિવાદ, શિવસેનાએ કહ્યું મોદી સરકારનો બેટી બચાવોનો નારો માત્ર દેખાવો

ઉત્તર પ્રદેશના અલીગઢમા અઢી વર્ષની બાળકીની ક્રૂર હત્યા બાદ એનડીએના સાથી પક્ષ શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં સામનામાં લખવામાં આવ્યું છે કે અઢી વર્ષની બાળકી ગાયબ થઈ ત્યારથી લઈને પોલીસે કેસ દાખલ કરવા સુધી બેદરકારી દાખવી છે.તેવા મોદી સરકારના બેટી બચાવોના નારા પોકળ સાબિત થઈ રહ્યા છે.

અલીગઢની આ ઘટના બાદ એનડીએના મોટાભાગના સહયોગી દળોએ ભાજપ સરકાર પ્રહાર કર્યા છે. બિહારના જેડીયુ અને ભાજપની તકરાર બાદ હવે શિવસેના પણ ભાજપ સરકાર વિરુદ્ધ ખુલીને આવી છે. શિવસેનાએ દેશમા હાલમાં ઘટી રહેલી ઘટનાઓને લઈને ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે. જેમાં શિવસેનાએ સામનામાં લખ્યું છે કે જો જીતનો ઉત્સવ સમાપ્ત થઈ ગયો હોય તો અલીગઢના કિસ્સા બાજુ પણ નજર કરજો.

સામનામા છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કોંગ્રેસ થી લઈને બોલીવુડ અને સ્પોર્ટ્સ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓએ આ ઘટના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ ચુંટણી જીતીને સત્તામાં પરત આવેલી સરકાર પોતાની મર્યાદા ભૂલી ગઈ છે. ભાજના નેતાઓ દ્વારા રેપ પર આપવામા આવેલા વિવાદિત નિવેદન પર આ લેખમા કટાક્ષ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં યોગી સરકારના મંત્રી ઉપેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે રેપના અલગ અલગ પ્રકાર હોય છે. તેમજ કહ્યું કે ઘણીવાર મહિલાઓ ૬-૭ વર્ષ સુધી સંબંધ રાખીને પણ બળાત્કારનો આરોપ લગાવે છે.

આ ઉપરાત ભાજપ સાંસદ સાક્ષી મહારાજે પણ જેલમા જઈને બળાત્કારના કેસમાં બંધ ભાજપના નેતા સાથે મુલાકાત કરી હતી.સંપાદકીય આ અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કહ્યું છે કે મોદી અને શાહ આ લોકોને વારંવાર સમજાવે છે તો પછી તે ભટકી કેમ જાય છે. ઉત્તર પ્રદેશમાં હંગામો છે. પોલીસ મહાનિર્દેશકના નિવાસની બહારથી અપહરણ થઈ જાય છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથે જંગલ રાજ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે અનેક માફીયાઓનું એન્કાઉન્ટર કર્યું છે. પરંતુ અઢી વર્ષની બાળકી સાથે જ ઘટ્યું તે વિકૃતિ છે.

આ ઉપરાંત લેખમા આગળ લખ્યું છે કે અલીગઢમા બાળકીની હત્યા થઈ તે દેશની બેટી છે. આ ભાવના મહત્વપૂર્ણ છે. અલીગઢની ઘટના માનવતા માટે કલંક છે. સમાજનું માથું શરમથી ઝુકી જાય છે. હવે કેન્દ્ર સરકાર બન્યા બાદ શિવસેના ભાજપ પર ફરીથી હુમલો કરી રહી છે. આ પૂર્વે રામમંદિર મુદ્દે શિવસેનાએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

Share: