ગુજરાતના નવા રાજ્યપાલ કોણ હશે, ઓ.પી. કોહલી વિદાય લઇ રહ્યા છે.

June 11, 2019
 498
ગુજરાતના નવા રાજ્યપાલ કોણ હશે, ઓ.પી. કોહલી વિદાય લઇ રહ્યા છે.

ગુજરાતના નવા રાજ્યપાલ કોણ હશે તે અંગે અત્યારથી જ અટકળો શરૂ થઇ છે. તેનું કારણ છે કે, રાજ્યપાલ ઓ.પી.કોહલી નો કાર્યકાળ હવે પૂર્ણ થવાના આરે છે. એક મહિના બાદ રાજ્યપાલ કોહલી ગુજરાતમાંથી વિદાય લેશે. જોકે, એવી પણ ચર્ચા છે કે, ઓ.પી.કોહલી તેમના કાર્યકાળ દરમિયાન નિવિવાદ થઇ કામ કર્યું છે એટલે મોદી સરકાર તેમને પુ;ન રાજ્યપાલ બનાવી શકે છે.

ઓ.પી.કોહલી ૧૬મી જુલાઈ ૨૦૧૪ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમાયા હતા. ઓ.પી.કોહલી રાજ્યસભાના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે. હવે આગામી જુલાઈ માસમાં ઓ.પી. કોહલી રાજ્યપાલ પદે બીજી ટર્મ સુધી રહેશે અથવા તેમને વિદાય આપી ભાજપના અન્ય નેતાને તક અપાયે તે જોવું રહ્યું.

Share: