હવે આમ આદમીની રોકડ પર છે મોદી સરકારની નજર, બેંકમાંથી ૧૦ લાખના રોકડ ઉપાડ પર ભરવો પડશે કર

June 11, 2019
 740
હવે આમ આદમીની રોકડ પર છે મોદી સરકારની નજર, બેંકમાંથી  ૧૦ લાખના રોકડ ઉપાડ પર ભરવો પડશે કર

દેશમાં સત્તામાં પરત આવેલી મોદી સરકારની નજર હવે સામાન્ય વ્યક્તિના ગજવા પર છે. જેમાં સરકારે હવે બેંકમાંથી રોકડ નાણાનો ઉપાડ મોંધો બને તેવી શકયતા છે. જેમા નાણા મંત્રાલય દ્વારા એક પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેનો બજેટમાં અમલ કરવામાં આવશે તો જેમાં ૧૦ લાખના રોક્ડ ઉપાડ ૩ થી ૫ ટકા ટેક્સ લાગી શકે છે.

દેશના ડીઝીટલ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર વર્ષે ૧૦ લાખ રૂપિયાના રોકડ ઉપાડ પર ૩ થી ૫ ટકા ટેક્સ લગાવી શકે છે. જેની માટે વર્ષ ૧૦ લાખના ઉપાડ પર ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. તેની પાછળ સરકારનો ઉદ્દેશ રોકડ વ્યવહાર પર રોક લગાવવાનો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની અસર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તેમજ કેટલા ટકા કર લગાવવો તેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ તે પાંચ ટકાથી નીચે હોવો જોઈએ. આ પૂર્વે આરબીઆઈએ બેંકોને એનઈએફટી અને આરટીજીએસના ઉપયોગ માટે સર્વર પરના ચાર્જમાં છુટ આપી છે.

કેન્દ્રીય બેંકો દ્વારા એટીએમ નિકાસ પર લાગેલા ચાર્જની સમીક્ષા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં માટે ૧૦ લાખ રૂપિયાના રોકડ ઉપાડ પર કર લગાવવાની વાત કરવામાં આવી રહી છે.

Share: