જીતુ વાઘાણી મંત્રી બનશે તો, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાજપ પ્રદેશ પ્રમુખ પદ અપાશે.

June 11, 2019
 662
જીતુ વાઘાણી મંત્રી બનશે તો, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાજપ પ્રદેશ પ્રમુખ પદ અપાશે.

ટૂંકજ સમયમાં ગુજરાતમાં રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. માત્ર કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. અમિત શાહ જ સરકારમાં ફેરબદલ અને સંગઠનમાં ફેરફાર કરવા લીલીઝંડી આપશે. સૂત્રોના મતે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને કેબિનેટ પ્રધાન બનાવશે. જયારે પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન આપી કેબિનેટ મંત્રી બનાવશે.

હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરુદ્ધમાં આવી શકે છે. આ શક્યતા જોતા ભાજપ પ્રદેશ પ્રમુખપદે ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેસાડી દેવાય તેવી શક્યતા છે. હવે જો વાઘાણીને બદલવામાં આવે તો પ્રમુખ પદે ફરીથી પાટીદાર સમાજમાંથી જ ચહેરો પસંદ કરવો કે અન્ય સમાજમાંથી આનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. અન્ય સમાજમાંથી પસંદ કરવાની નોબત આવે તો સિનિયર તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપાય એવી અટકળો છે.

બીજા મહામંત્રીઓની સ્થિતિ જોઈએ તો ભરતસિંહ પરમાર ત્રણ ટર્મથી કામગીરી કરી રહ્યા છે. એમને હવે વિરામ અપાશે. જયારે શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, કે.સી. પટેલ અને મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી) ની પણ બે -બે ટર્મ થઇ ચુકી છે. આ તમામમાં બંધારણ મુજબ બદલાવ કરવા પડે. આ બદલાવ થશે કે યથવાત રખાશે એ હાલ કોઈ કહી શકે એમ નથી.

Share: