ઇંગ્લેન્ડ સામે રમાવનાર ત્રિકોણીય સીરીઝ માટે ભારતીય અન્ડર-૧૯ ટીમની જાહેરાત

June 16, 2019
 395
ઇંગ્લેન્ડ સામે રમાવનાર ત્રિકોણીય સીરીઝ માટે ભારતીય અન્ડર-૧૯ ટીમની જાહેરાત

ઇંગ્લેન્ડમાં રમાવનાર આગામી ત્રિકોણીય સીરીઝ માટે ભારતની અન્ડર-૧૯ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈની જૂનીયર સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ ૧૮ સભ્યની ટીમની કેપ્ટનશીપ બેટ્સમેન પ્રિયમ ગર્ગને છોપવામાં આવી છે. આ ત્રિકોણીય સીરીઝમાં અન્ય બે ટીમ યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ છે.

પ્રિયમ ગર્ગની આગેવાની વાળી ટીમમાં જમ્મુ-કશ્મીરના બે ખેલાડીઓની પસંદગી થઈ છે. જમણા હાથના ઝડપી બોલર રસિક સલામ અને કામરાન ઇકબાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રસિક સલામે આ વખતે આઈપીએલમાં પણ પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેમને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલની ઉદ્ધાટન મેચમાં બોલિંગ પણ કરી હતી. રસિક સલામ જમ્મુ-કશ્મીરના નિવાસી છે. તેના સિવાય જમ્મુ-કશ્મીરથી કામરાન ઇકબાલની પણ પસંદગી થઈ છે.

ભારતીય અન્ડર-૧૯ ટીમ ૧૫ જુલાઈના ઇંગ્લેન્ડ માટે રવાના થશે. ત્રિકોણીય સીરીઝની પ્રથમ મેચ ભારત અને યજમાન ઇંગ્લેન્ડની વચ્ચે વોર્સેસ્ટરમાં રમાશે.

ત્રિકોણીય સીરીઝનું શેડ્યુલ

૨૧ જુલાઈ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. ઇન્ડિયા અન્ડર-૧૯

૨૨ જુલાઈ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૨૪ જૂલાઈ, ઇન્ડિયા અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૨૬ જુલાઈ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. ઇન્ડિયા અન્ડર-૧૯

૨૭ જુલાઈ, ઇન્ડિયા અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૨૮ જુલાઈ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૩૦ જુલાઈ, ઇન્ડિયા અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૧ ઓગસ્ટ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૩ ઓગસ્ટ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. ઇન્ડિયા અન્ડર-૧૯

૫ ઓગસ્ટ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૭ ઓગસ્ટ, ઇન્ડિયા અન્ડર-૧૯ વી. બાંગ્લાદેશ અન્ડર-૧૯

૯ ઓગસ્ટ, ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ વી. ઇન્ડિયા અન્ડર-૧૯

૧૧ ઓગસ્ટ, ફાઈનલ મેચ

ત્રિકોણીય સીરીઝ માટે ૧૮ સભ્યોની ભારતીય અન્ડર-૧૯ ટીમ આ પ્રકાર છે : પ્રિયમ ગર્ગ (કેપ્ટન), યશસ્વી જયસવાલ, ઠાકુર તિલક વર્મા. દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, ધ્રુવ ચંદ જુરેલ (વિકેટકીપર), શુભાંગ હેગડે, રવિ વિશ્રોઈ, વિદ્યાધર પાટિલ, સુશાંત મિશ્રા, રસિક સલામ, સમીર રિજવી, પ્રિયેશ પટેલ (વિકેટકીપર), કરણ લાલ, પૂર્ણાંક ત્યાગી, અંશુલ ખંબોજ, પ્રગ્નેશ કનપિલવાર અને કામરાન ઇકબાલ.

Share: