વાંચો.... નીતીશ કુમારનો પક્ષ જેડીયુ ભાજપ વિરુદ્ધ ચાર રાજયમાં કેમ લડશે ચુંટણી

June 11, 2019
 895
વાંચો.... નીતીશ કુમારનો પક્ષ જેડીયુ ભાજપ વિરુદ્ધ ચાર રાજયમાં કેમ લડશે ચુંટણી

કેન્દ્રની એનડીએ સરકારનો હિસ્સો પરંતુ ભાજપથી નારાજ જેડીયુ ભાજપ પર દબાણ વધારવા માટે નવા નવા રસ્તા અપનાવી રહ્યું છે. જેમા જેડીયુએ કહ્યું છે કે ચાર રાજયોની વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ ચુંટણી લડશે અને પોતાની ઉમેદવારો ઉતારશે. આ અંગે જેડીયુએ સાફ કર્યું કે તે માત્ર બિહારમાં એનડીએનો હિસ્સો છે. એટલે કે બીજા રાજયોના એનડીએ વિરુદ્ધ ચુંટણી લડશે. મતલબ સાફ છે કે બિહારમા ભાજપ સાથે સરકાર ચલાવનારા જનતા દળ યુનાઈટેડ આ ચાર રાજયમા એનડીએ વિરુદ્ધ ઉમેદવાર ઉતારશે.જનતા દળ યુનાઈટેડની બેઠક બાદ પક્ષના મહાસચિવ કે.સી. ત્યાગીએ કહ્યું કે જનતા દળ યુનાઈટેડ એનડીએ મહાગઢબંધનનો હિસ્સો બિહારમાં છે તેના સિવાય અન્ય રાજયમાં નથી. એટલે અમે ચાર રાજયમાં અલગ રીતે ચુંટણી લડીશું. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઓક્ટોબર માસના અને આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ઈલેકશન છે. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા ૩ જુલાઈના રોજ સમાપ્ત થવાની છે. તેથી રાષ્ટ્રપતિ શાસનની મર્યાદા ફરી એકવાર વધારીને ચુંટણી યોજવામાં આવશે.જેમાં જો ઝારખંડની વાત કરીએ તો ૮૧ વિધાનસભા બેઠક પર નવેમ્બર- ડીસેમ્બરમાં ચુંટણી યોજાવવાની છે. રવિવારે પટનામાં જનતા દળ યુનાઈટેડની મળેલી કાર્યકારિણીમા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારને ઝારખંડ જનતા દળ યુનાઈટેડના પ્રમુખ સલમાન મુર્મુને વિધાનસભામાં સ્વતંત્ર ચુંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો.તેવી જ રીતે હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ જેડીયુનો કોઈ ધારાસભ્ય નથી. આ રાજયમા પક્ષ પાસે કોઈ સંગઠન પણ નથી.બિહાર સિવાય અરુણાચલ પ્રદેશ જ એક એવું રાજય છે જ્યાં જેડીયુના સાત ધારાસભ્ય છે. ભાજપ બાદ ત્યાં તે સૌથી વધારે બેઠક છે તેમજ તે અરુણાચલ પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળ છે. પરંતુ ત્યાં તે સરકારની સાથે છે. તેમજ જે રાજયમા જનતા દળ યુનાઈટેડનો કોઈ જનાધાર નથી. ત્યાં તે અલગ રીતે ચુંટણી લડશે અને વધારે મત મેળવશે. જેના આધાર પર તે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી શકે તેમ છે.Share: