ભારતીય વાયુસેનાના ગાયબ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો, સત્તાવાર પૃષ્ટિ બાકી

June 11, 2019
 978
ભારતીય વાયુસેનાના ગાયબ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો, સત્તાવાર પૃષ્ટિ બાકી

ભારતીય વાયુ સેનાના અસમના જોરહાટથી ગાયબ થયેલા ૧૩ સભ્યો સાથેના વિમાનનો કાટમાળ આજે શોધખોળ દરમ્યાન અરુણાચલ પ્રદેશના સિયાંગના પયુમ જીલ્લામાં ૧૨ હજાર ફૂટની ઉંચાઈ પરથી મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ લિપોથી ૧૬ કિલોમીટર ઉત્તરમાં મળી આવ્યો છે. મીગ -૧૭ હેલીકોપ્ટર હજી પણ કાટમાળ શોધવામાં લાગેલું છે. જો કે આ કાટમાળ અંગે એરફોર્સે અધિકારીક રીતે તેની પૃષ્ટિ કરી નથી.

ભારતીય વાયુ સેનાનું એન-૩૨ વિમાન ૩ જુનના રોજ અસમના જોરહાટથી ઉડાન ભરી હતી. આ વિમાનમા આઠ ક્રુ મેમ્બર સહિત ૧૩ લોકો સવાર હતા. વિમાન ઉડવાના થોડા સમય બાદ જ થોડા સમય બાદ તેણે સંપર્ક ગુમાવી દીધો હતો. જેની છેલ્લા નવ દિવસથી શોધખોળ કરવામાં આવી રહી હતી.

આ પૂર્વે વાયુ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જંગલ, દુર્ગમ પહાડ, અને ખરાબ હવામાનના છતાં શોધખોળ અને તપાસ ચાલુ છે. ગાયબ થયેલા વિમાનની શોધખોળમાં બે સુખોઈ-૩૦ વિમાનોની મદદ લેવામાં આવી રહી છે. જેમાં વાયુસેનાએ કહ્યું કે એએન-૩૨ શોધવા માટે ખરાબ હવામાન મોટો પડકાર છે.

વાયુસેના સોમવારથી સતત તેને શોધવાના પ્રયાસ કરે છે પરંતુ તેનો કોઈ પત્તો નથી. આ વિમાને સોમવારે જોરહાટથી દિવસે ૧૨.૨૭ મીનીટે ઉડાન ભરી હતી. તેમજ ૧ વાગેના આસપાસથી તેનો સંપર્ક તુટી ગયો હતો.

વિમાન ગાયબ થતાની સાથે તેમાં સવાર ૧૩ લોકોના પરિવારજન પરેશાન છે. ગાયબ થયેલું વિમાન હરિયાણાના પલવલના રહેનારા પાયલટ આશિષ તંવર ઉડાવી રહ્યા હતા. આશિષના પત્ની સંધ્યા પણ વાયુસેનામા છે. જે સમયે વિમાને ઉડાન ભરી તે સમયે સંધ્યા તે જ એરફોર્સ સ્ટેશન પર ડ્યુટી પર હતા. આ વિમાનમાં ફલાઈટ લેફનન્ટ મોહિત ગર્ગ પણ હતા. તેમના પરિજનો પણ પરેશાન છે.

જો કે વિમાન એએન-૩૨ લાપતા થયા બાદ અનેક સવાલો ઉભા થયા છે. આ પૂર્વે વર્ષ ૨૦૧૬મા પણ વિમાન એએન-૩૨ બંગાળની ખાડી પરથી લાપતા થયું હતું. આ એક પરિવહન વિમાન હતું. જે ચેન્નાઈના પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. જેમાં સવાર ૨૯ લોકોના શબ સહિત વિમાનનો કાટમાળ પણ મળ્યો ન હતો. જેને વાયુસેનાએ મૃત જાહેર કરી દીધા હતા.

Share: