ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ઝટકો, ટીમના આ સ્ટાર ખેલાડી થયા ઈજાગ્રસ્ત

June 11, 2019
 176
ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ઝટકો, ટીમના આ સ્ટાર ખેલાડી થયા ઈજાગ્રસ્ત

ઇન્ડિયા સામે ૩૬ રનથી હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલીયન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. સાઈડ સ્ટ્રેનના કારણે માર્કસ સ્ટોઈનિસ પાકિસ્તાન સામેની મેચથી બહાર થઈ ગયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માર્કસ સ્ટોઈનિસના બેકઅપ તરીકે મિચેલ માર્શને ઇંગ્લેન્ડ મોકલી દીધા છે. તેમ છતાં હજુ માર્કસ સ્ટોઈનિસ ટીમના ભાગ બન્યા રહેશે.

વર્લ્ડ કપ માટે આઈસીસીના ઓફીશીયલ હેન્ડલ તરફથી ટ્વીટ કરી માર્કસ સ્ટોઈનિસ બહાર થવાની જાણકારી આપી દીધી છે. આ ટ્વીટમાં બતાવવામાં આવ્યું છે કે, મિચેલ માર્શ બેકઅપ તરીકે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે.

ઈજા પહેલા માર્કસ સ્ટોઈનિસ વર્લ્ડ કપની ત્રણ મેચ બેટ અને બોલથી કોઈ કમાલ દેખાડી શક્યા નથી અને ઇન્ડિયા સામે રમેલી છેલ્લી મેચમાં તે શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. તેમ છતાં બોલિંગ કરતા તેમને ઇન્ડિયાની બે વિકેટ પ્રાપ્ત કરી હતી.

જયારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો વર્લ્ડ કપમાં તેમને અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે તેમને જીત મળી છે, જયારે ઇન્ડિયા સામે તેમનો હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપની ૧૭ મેચમાં ઓસ્ટ્રેલિયા બુધાવરે પાકિસ્તાન સામે રમવાની છે. પાકિસ્તાનને એક મેચમાં જીત મળી છે અને એકમાં હાર મળી છે. પાકિસ્તાનની શ્રીલંકા સામેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શિખર ધવન અને કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ક્રિકેટ ટીમે કેનિંગ્ટન ઓવલ મેદાન પર રવિવારે વર્લ્ડ કપ ૨૦૧૯ માં સતત બીજી જીત પ્રાપ્ત કરી હતી. ભારત દ્વ્રારા આપવામાં આવેલ ૩૫૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૩૧૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતની ટુર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે. તેમને પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.

Share: