મમતા બેનર્જીનો ભાજપ પ્રહાર, કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઉ

June 11, 2019
 976
મમતા બેનર્જીનો ભાજપ પ્રહાર, કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઉ

મમતા બેર્નજીએ ભાજપ પર બંગાળને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કહ્યું છે કે જો રાજયપાલ બંગાળની સંસ્કૃતિ અને બંગાળને બચાવવા માંગે છે તો અમારી સાથે આવે.બંગાળને ગુજરાત બનાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ.પશ્વિમ બંગાળ લોકસભાની ચુંટણી બાદ રાજકારણનું મેદાન બની ચુક્યું છે. ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય તકરાર ચરમસીમાએ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની સાથેસાથ રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી પર નિશાન તાકયું છે. મમતાએ કહ્યું છે કે ભાજપ બંગાળને ગુજરાત બનાવવા માંગે છે. પરંતુ એવું થશે નહીં કારણ કે બંગાળ એ ગુજરાત નથી.સીએમ મમતા બેનર્જીએ રાજયપાલ પર સતત સવાલ ઉઠાવતા કહ્યું હતું કે હું રાજયપાલનું સન્માન કરું છું પરંતુ દરેક પદની એક બંધારણીય સીમા હોય છે. મમતા બેર્નજીએ ભાજપ પર બંગાળને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કહ્યું છે કે જો રાજયપાલ બંગાળની સંસ્કૃતિ અને બંગાળને બચાવવા માંગે છે તો અમારી સાથે આવે.

મમતા બેનર્જીએ મંગળવારે કોલકત્તામાં ઈશ્વરચંદ્ર મહાસાગરની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે આ પ્રતિમા કોણે તોડી હતી. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન તાકતા જણાવ્યું કે અમારી પાસે દસ્તાવેજો સહિત બધું જ છે. હવે તે ગૃહમંત્રી છે. તમે ગેરુઆ પહેરીને ભગવાધારી નહીં બની શકો.ટીએમસીના નેતા મમતા બેનર્જીએ કહ્યું કે આ એક સંસ્કૃતિ છે. તેમણે કહ્યું કે ૩૪ વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતી પરંતુ અમે કોઈને પ્રતિમા ક્યારેય તોડી નથી. મમતાએ કહ્યું કે અમને ખબર છે કે પ્રતિમા કોણે તોડી છે. મમતાએ કહ્યું હું જેલ જવાથી ડરતી નથી. ન તો કોઈ રાજકીય નેતાથી ડરું છું.સીએમ મમતાએ કહ્યું કે હું ગુજરાતની વિરુદ્ધ નથી પરંતુ તેમાં રહેલા તોફાનીઓ વિરોધી છું.

Share: