રાહુલ ગાંધીએ ગુજરાતમા ચક્રવાત વાયુ માં લોકોને મદદ કરવા કરી કોંગ્રેસ કાર્યકરોને અપીલ

June 12, 2019
 400
રાહુલ ગાંધીએ  ગુજરાતમા ચક્રવાત વાયુ માં લોકોને મદદ કરવા કરી કોંગ્રેસ કાર્યકરોને અપીલ

ગુજરાતના દરિયાકાંઠે આજે મોડી રાત્રે ત્રાટકનારું વાયુ વાવાઝોડાને લઈને સમગ્ર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમો પણ સંભવિત અસર ગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે.

આ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચક્રવાતથી પ્રભાવિત થનારા વિસ્તારના લોકોને મદદ કરવા માટે ગુજરાતના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી છે. તેમજ આ વિસ્તારમાં કાર્યક્રરોને લોકોને મદદ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ચક્રવાતથી પ્રભાવિતથી થનારા તમામ વિસ્તારના લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાથર્ના કરું છું.

આ ઉપરાંત ગુજરાત વિધાનસસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના આસપાસના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.તેમજ કોંગ્રેસના કાર્યકરોએ બને તેટલી મદદ કરવા માટે પણ અપીલ કરી છે .

કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાને હાઇએલર્ટ બનાવવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન ઉભું થયું છે તેમાંથી ૧૨ તારીખે વાવાઝોડું બનશે. જે આગામી ૧૩ અને ૧૪ જૂનના રોજ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે મંગળવાર સાંજ એનડીઆરએફની ૧૧ ટીમ પહોંચી જશે. જ્યારે વધારાની ૧૦ ટીમ બહારથી બોલાવવામાં આવી છે.

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળા વિસ્તારોમાં રાજ્ય સરકારની ચાંપતી નજર છે. તેમજ લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રાખવામાં આવી છે.

આ બેઠકમાં પંકજ કુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે.

Share: