દબંગ-૩ માં સલમાન ખાન કરશે તેમના જીજાની હિરોઈન સાથે આઈટમ ડાન્સ

June 12, 2019
 174
દબંગ-૩ માં સલમાન ખાન કરશે તેમના જીજાની હિરોઈન સાથે આઈટમ ડાન્સ

દબંગ-૩ માં સલમાન ખાન અભિનેત્રી વરીના હુસૈનની સાથે આઇટમ નંબર પર ડાન્સ કરતા નજર આવશે. પહેલા આ ગીતમાં અભિનેત્રી મૌની રૉય માટે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે તેના બદલે આ ખાસ આઇટમ નંબર વરીના હુસૈન પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે.

બોલીવુડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈના મહબૂબ સ્ટુડિયોમાં આ ગીતનું શુટિંગ કરવામાં આવ્યું છે. આ ગીતને કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિઓગ્રાફ કરવામાં આવ્યું છે. વરીના હુસૈન આ પહેલા સલમાન ખાનના જીજા આયુષ શર્માની સાથે લવયાત્રીમાં હિરોઈન રહી ગઈ છે.

આ ઉપરાંત ગ્રીન ઓઈ બ્યૂટી વરીના હુસૈન રૈપ સ્ટાર બાદશાહના એક ગીતમાં કામ કરી ચૂકેલ છે. તે ગીતમાં પણ વરીનાની ચાલ ખૂબ અદભૂત હતી. હવે જોવાનું છે કે વરીના, વૈભવી અને સલમાનની ત્રિપુટી પ્રેક્ષકોને કેટલી પસંદ આવે છે. દબંગ-૩ આ વર્ષે ૨૦ ડિસેમ્બરે રિલીઝ થશે.

દબંગના આઈટમ નંબર રહ્યા છે સુપરહિટ

દબંગમાં મલાઈકા અરોરામાં ફિલ્માંકન કરાયેલ ડાન્સ મુન્ની બદનામ હુઈ સુપરહિટ થઇ હતી. જયારે દબંગના બીજા ભાગમાં કરીના કપૂર પર ચિપકા લૂં સઇયાં તોહે ફેવિકોલ સે... પણ પ્રેક્ષકોને ખુબ જ ગમ્યું હતું.

Share: