મોડી રાત્રે ગુજરાતમાં દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, લશ્કર એનડીઆરએફ ની ટીમો એલર્ટ.

June 12, 2019
 436
મોડી રાત્રે ગુજરાતમાં દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, લશ્કર એનડીઆરએફ ની ટીમો એલર્ટ.

અરબી સમુદ્રમાં ૨૫૦ કિમી દૂર "વાયુ" વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ પુરઝડપે આગળ વધી રહ્યું છે. બુધવારની મોડી રાત્રે અઢી વાગે દીવ અને વરવાદને ટકરાશે. વાવાઝોડાની તીવ્રતાને જોતા પોરબંદર થી દીવ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. અને આ લો પ્રેશર ડિપ્રેશન માં પરિવર્તીત થઇ ગયું છે. જેના લીધે તેની વાવાઝોડા નું રૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાને ભારતીય હવામાન વિભાગે "વાયુ" નામ આપ્યું છે. આ "વાયુ" વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા ઓ એક તરફ આગળ વધી રહ્યું છે. જેની વાવાઝોડા ની આગાહીના પગલે રાજ્ય સરકારે સંબવિત વિભાગોને એલર્ટ કરી દીધા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ વાવાઝોડાની આગામી થોડા કલાકોમાં તીવ્રતા વધશે.

પંજાબ અને રાજસ્થાનથી ૧૧ એનડીઆરએફ ની ટીમો ગુજરાત આવી પહોંચી છે. એનડીઆરએફ ની ટીમોને વાયુસેનાના ખાસ વિમાનમાં જામનગર મોકવામાં આવી છે. લશકરની ૨૩ ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સૂચના મળતાં જ આ આર્મીની ટીમોં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે. વગોદરા અને અમદાવાદથી ફાયરબ્રિગેડ ની ટીમો પણ રેસ્ક્યૂના સાધનો-બોટ લઇ રવાના થઇ છે.

Share: