શિખર ધવનની જગ્યા લેવા ઇંગ્લેન્ડ જશે ઋષભ પંત

June 12, 2019
 258
શિખર ધવનની જગ્યા લેવા ઇંગ્લેન્ડ જશે ઋષભ પંત

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયા બાદ દિલ્હીના બેટ્સમેન ઋષભ પંતને તેમની જગ્યા લેવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. તેમ છતાં શિખર ધવનને ટીમથી બહાર કરવામાં આવ્યા નથી અને તે ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઈની મેડીકલ ટીમ આ દરમિયાન તેમની દેખરેખ રાખશે.

સુત્રો મુજબ ઋષભ પંતને પહેલાથી કહી દેવામાં આવ્યું છે કે, તે જલ્દી જ ઇંગ્લેન્ડ જવા તૈયાર રહે. બીસીસીઆઈએ તેમ છતાં ઋષભ પંતનું નામ ઔપચારિક એલાન અત્યાર સુધી કર્યું નથી. તેમને આશા છે કે, શિખર ધવન બેથી ત્રણ અઠવાડિયાની અંદર ઈજાથી બહાર આવી જશે.

આઈપીએલ ૨૦૧૯ માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ઋષભ પંતે બધાને હેરાન કરી દીધા હતા. વર્લ્ડ કપ ટીમમાં તેમની પસંદગી ના થવા પર રિકી પોન્ટિંગ સહીત ઘણા મોટા ક્રિકેટરોને હેરાની વ્યક્ત કરી હતી. હવે જયારે એક વખત ફરીથી ટીમ ઇન્ડિયામાં જગ્યા ખાલી થઈ છે તો એ માનવામાં આવી રહ્યું છે કે, ઋષભ પંતને તક મળી શકે છે. વર્લ્ડ કપ માટે ૧૫ એપ્રિલે પસંદ કરવામાં આવેલ ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી નહોતી. તેમની જગ્યાએ અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સથી રમી રહેલા ઋષભ પંત શરૂઆતમાં પસંદ માટે ઉપલબ્ધ રહેશે નહીં. શિખર ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ ઋષભ પંતને તક મળવાની સંભાવનાઓ બનશે.

શિખર ધવન રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વર્લ્ડ કપની મેચમાં શાનદાર ૧૧૭ રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. ભારતે તે મેચ ૩૬ રનથી જીતી લીધી હતી. આ મેચમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલીયન બોલર નાથન કલ્ટર નાઇલની એક બોલ શિખર ધવનના અંગૂઠા પર વાગી ગઈ હતી. શિખર ધવન ત્યાર બાદ ફિલ્ડીંગ માટે મેદાન પર ઉતર્યા નહોતા. તેમની જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડીંગ કરી હતી.ઋષભ પંતને જ્યારે ટીમમાં પસંદ કરવામાં આવ્યા નહોતા ત્યારે ઘણા લોકોએ તેના પર નિરાશા વ્યક્ત કરી હતી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને શિખર ધવનની ઈજા બાદ ઋષભ પંતને તરત જ ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી હતી.

Share: