કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની ચર્ચા અંગે આજે કોંગ્રસના કોર ગ્રુપની બેઠક

June 12, 2019
 251
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની ચર્ચા અંગે આજે કોંગ્રસના કોર ગ્રુપની બેઠક

કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીના કૉંગ્રેસ અધ્યક્ષ ના બનવાની ઇચ્છા ને લઈને આજે દિલ્લીમાં કોર ગ્રૂપની બેઠક મળશે. કૉંગ્રેસના નેતા એ. કે. એન્ટની ના નેતૃત્વ હેઠળ આ બેઠક રાખવામાં આવશે. લોકસભામાં કૉંગ્રેસના નેતાની નિમણૂંક અને પાર્ટી અધ્યક્ષ પદ પર બન્યા રહેવાને લઈને રાહુલ ગાંધીની અનિચ્છા પર ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવશે. સાથે આ બેઠકમાં આગામી સંસદ સત્રની વ્યૂહરચનાની પણ ચર્ચા કરવામાં આવશે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પક્ષના અઘ્યક્ષ બન્યા રહેવા નથી માંગતા. તેઓએ તેમના વિકલ્પોની શોધ કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલ ગાંધીએ આ વાત પર આગ્રહ કર્યો છે કે નવા પ્રમુખ ગાંધી પરિવારથી ન હોવું જોઈએ. તેથી પક્ષ આ પ્રયાસો માં લાગી પણ ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અંતરિમ અઘ્યક્ષ માટે એકે એન્ટનીના નામ પર વિચાર કરી રહી છે.

લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીના અઘ્યક્ષ પદ તરીકે રાજીનામું આપવાની માંગને લઈને રાજકીય નાટક તેમના જોર પર છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં રાહુલ ગાંધી ને કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે બન્યા રહેવા માટે મનાવવામાં આવી રહ્યા છે. જો કે ચર્ચાઓએ પણ છે કે લોકસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તેની ઔપચારિક જાહેરાત આગામી સપ્તાહ સુધી કરી શકાય છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષપદના રાજીનામા પર અડંગ રહ્યા પછી અંતરિમ પ્રેઝીડેન્ટ અને તેમની મદદ માટે કૉલેજિયમની ચર્ચા પણ ખૂબ જ જોર પર છે. તો આજે કૉંગ્રેસની કોર જૂથની મીટિંગમાં શું નિર્ણય આવે છે, તેના પર બધાની નજર રહશે.

Share: