વાવાઝોડું ગુજરાતના ૪૦૮ ગામો, ૬૦ લાખ લોકોને અસર કરશે.

June 12, 2019
 385
વાવાઝોડું ગુજરાતના ૪૦૮ ગામો, ૬૦ લાખ લોકોને અસર કરશે.

વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી નજીકના અંતરે છે.અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશને વાવાઝોડાનું રૌંદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે જેન પગલે ઘણું નુકશાન પહોંચી શકે છે. આ વખતે વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા ઘણી ઓછી છે. જેના પગલે લશ્કર, નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફ ની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની અસર અત્યારથી જ શરૂ થઇ ગઈ છે. દરિયાના પાણીમાં કરંટ જોવા મળી રહ્યા છે. પોરબંદર, વેરાવળ, દીવના દરિયાના પાણીમાં મોજા ઉછળવાના શરૂ થયા છે. વાયુ વાવાઝોડું રાજ્યમાં ૪૦૮ ગામો ૬૦ લાખ લોકોને અસર કરે તેવી શક્યતા છે.

Share: