દીવ, દ્વારકા, સોમનાથ, ગીરમાં હોટલો ખાલી કરાવાઈ, બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો.

June 12, 2019
 518
દીવ, દ્વારકા, સોમનાથ, ગીરમાં હોટલો ખાલી કરાવાઈ, બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાયો.

વાવાઝોડાની તીવ્રતાને પગલે ગુજરાતના દરિયાકાંઠેથી લોકોને સલામત સ્થળે ખેસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડું મોડી રાત્રે અઢી વાગે ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચશે, સવારે સાડા પાંચ વાગે વાવાઝોડું પોરબંદરથી દીવ સુધીના વિસ્તારોમાં થી પસાર થશે. આ સમયે ૧૩૦ થી ૧૫૦ કિમી ની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

આ સ્થિતિને જોતા દ્વારકા, સોમનાથ, ગીર, સાસણ, કચ્છ જેવા પ્રવાસન સ્થળોએ આવેલા પ્રવાસીઓને તાકીદે સલામત છે. દીવ, દ્વારકા, સોમનાથ, પોરબંદર અને વેરાવળમાં હોટલો ખાલી કરાવાઈ છે. કોઈપણ પ્રવાસીને હોટલમાં રૂમ ભાડે ન આપવા હોટેલ માલિકોને આદેશ કરાયો છે. આ ઉપરાંત સુરત, માંડવી, વલસાડ અને પોરબંદર બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. સહેલાણીઓ ને બીચ પર જવા દેવામાં આવતા નથી.

Share: