મોદી સરકારના જીડીપીના દાવા ખોટા, જીડીપી ૭ નહીં માત્ર ૪.૫ ટકા : અરવિંદ સુબ્રમણ્યમ

June 12, 2019
 916
મોદી સરકારના જીડીપીના દાવા ખોટા, જીડીપી ૭ નહીં માત્ર  ૪.૫ ટકા : અરવિંદ સુબ્રમણ્યમ

દેશમાં વિકાસનો વાસ્તવિક દર કેટલો છે તેને લઈને વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જીડીપીના આંકડાને લઈને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. જેમાં હવે પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬- ૧૭ દરમ્યાન દેશના આર્થિક વિકાસ દરને વધારીને દેખાડવામાં આવ્યું હતું. સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર આ નાણાકીય વર્ષોમાં વિકાસ દરને ૨.૫ ટકા વધારીને દર્શાવવામા આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬ -૧૭ માં વિકાસ દરના સત્તાવાર આંકડા ૭ ટકા દર્શાવવામાં આવ્યા હતા.પરંતુ સુબ્રમણ્યમના અનુસાર તેના વાસ્તવિક આંકડા ૪.૫ ટકા જ હતા.

અરવિંદ સુબ્રમણ્યમના હાવર્ડ યુનીવર્સીટીએ એક રીસર્ચ પેપર પ્રકાશિત કર્યું છે. આ રીપોર્ટ અનુસાર દેશની જીડીપીને લઈને ખુલાસા કરવામાં આવ્યા છે. સુબ્રમણ્યમના આ પેપરમાં કહ્યું જે જીડીપીના દરમાં ખોટા આંકડાની ગણતરીમાં ઉત્પાદન ક્ષેત્ર સૌથી મોટું કારણ રહ્યું છે. સુબ્રમણ્યમે પોતાની વાતને સમજાવતા કહ્યું કે વર્ષ ૨૦૧૧માં પહેલા ઉત્પાદન અને ઔધીગિક ઉત્પાદન સૂચકાંક અને ઉત્પાદન નિકાસ વચ્ચે કોઈ સંબધ નથી હોતો પરંતુ તેમાં છેલ્લા વર્ષોમાં અનેક ગણો ઘટાડો થયો છે.

સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર દેશનો વિકાસ દર ૧૭ મહત્વના આર્થિક મુદ્દાઓ પર હોય છે. પરંતુ એમસીએ - ૨૧ ડેડાબેસમાં આ મુદ્દાઓને સામેલ નથી કરતી. અરવિંદ સુબ્રમણ્યમે દેશના આર્થિક વિકાસ માટે બનાવેલી નીતિઓ પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે ભારતીય નીતિઓના વાહનને એક એવા સ્પીડોમીટર સાથે જોડી દેવામાં આવ્યું છે તે માત્ર ખોટું જ નહીં પરંતુ તૂટી પણ ગયું છે.

ઉલ્લેખનીય છે, અરવિંદ સુબ્રમણ્યમે છેલ્લા એક વર્ષના નિવેદન દરમ્યાન નોટબંધીને ભારતીય અર્થતંત્ર માટે મોટો આંચકો ગણાવ્યો હતો. જયારે પીએમ મોદીએ દેશમા નોટબંધીની જાહેરાત કરી ત્યારે અરવિંદ સુબ્રમણ્યમ જ દેશના આર્થિક સલાહકાર હતા.

Share: