ઇયાન બિશપે પસંદ કરી ઓલ ટાઈમ સર્વશ્રેષ્ઠ વનડે ટીમ, ભારતના ચાર ખેલાડી

June 12, 2019
 222
ઇયાન બિશપે પસંદ કરી ઓલ ટાઈમ સર્વશ્રેષ્ઠ વનડે ટીમ, ભારતના ચાર ખેલાડી

આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર એક્ટીવ જોવા મળી રહ્યા છે. કોઈ આવનારી મેચોની ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે જ્યારે કોઈ પોતાની સર્વશ્રેષ્ઠ વર્લ્ડ કપ ટીમ પસંદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિન બોલર શેન વોર્ને સર્વશ્રેષ્ઠ વર્લ્ડ કપ ઈલેવન પસંદ કરી હતી. તેમાં તેમને માત્ર ભારતથી પોતાના ખાસ મિત્ર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને સામેલ કર્યા હતા. પરંતુ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઝડપી બોલર અને વર્તમાનમાં કોમેન્ટરની ભૂમિકા નિભાવી રહેલ ઇયાન બિશપે ચાર ભારતીય ખેલાડીઓને પોતાની ઓલ ટાઈમ સર્વશ્રેષ્ઠ વનડે ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે સૌથી વધુ વર્લ્ડ કપનું ટાઈટલ જીતનારી ઓસ્ટ્રેલિયાથી તેમને માત્ર એક ખેલાડીને પસંદ કર્યા છે.

ઇયાન બિશપે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી તેમને માત્ર ભૂતપૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાને જગ્યા આપી દીધી છે. ઇયાન બિશપની પ્લેઇંગ ઈલેવનમાં ભારતના ચાર ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝના બે, સાઉથ આફ્રિકાના બે, પાકિસ્તાનના બે અને ઓસ્ટ્રેલિયાના એક ખેલાડી સામેલ છે. ઓપનર બેટિંગ માટે ઇયાન બિશપે સચિન તેંડુલકર અને રોહિત શર્માની જોડીને મહત્વ આપ્યું છે. તેમનું કહેવું છે કે, રોહિત શર્મામાં એક મહાન ખેલાડી બનવાના બધા ગુણ રહેલા છે. જેના કારણે મેં તેમને ટોપ પર બેટિંગ કરવા માટે પસંદ કર્યા છે.

તેમને પોતાની ટીમના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડસને ત્રીજા નંબર પર બેટિંગ માટે પસંદ કર્યા છે. તેમને જણાવ્યું છે કે, વિવિયન રિચર્ડસ પોતાના સમયના સૌથી ઝડપી બેટ્સમેન હતા. તેમની સ્ટ્રાઈક રેટ આજના બેટ્સમેનોની બરાબરી પર છે એટલા માટે તે કોઈ પણ ટીમમાં ફીટ થઈ શકે છે. ચોથા ખેલાડીના રૂપમાં તેમને વિરાટ કોહલીને પસંદ કર્યા છે. તેમને જણાવ્યું છે કે, આ નંબર પર બેટિંગ કરવા માટે મેં તેમના સિવાય બીજા કોઈ ખેલાડી વિશે વિચાર કર્યો નહોતો. તે પહેલાથી જ એક મહાન ખેલાડી છે. ઇયાન બિશપે એક સ્પિનર તરીકે પાકિસ્તાનના સકલૈન મુશ્તાકને સામેલ કર્યા છે.

ઇયાન બિશપની ઓલ ટાઈમ સર્વશ્રેષ્ઠ વનડે ટીમ : સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિવિયન રિચર્ડસ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, લોન્સ ક્લુઝનર, મહેન્દ્ર સિંહ ધોની, સકલૈન મુશ્તાક, વસીમ અકરમ, જ્યોલ ગાર્નર અને ગ્લેન મેકગ્રા.

Share: