મસાલેદાર રજવાડી ખીચડી બનાવવા માટે જુઓ આ રેસિપી

June 12, 2019
 1092
મસાલેદાર રજવાડી ખીચડી બનાવવા માટે જુઓ આ રેસિપી

ખીચડીએ હલકો ખોરાક છે. ખીચડી હલકો ખોરાક હોવાને કારણે વધુ પડતા લોકો તેને રાત્રે હલકા ભોજન તરીકે કરે છે. ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ખીચડી વઘારતા સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે.

સામગ્રી:

ચોખા - ૨ કપ

તુવેરની દાળ - ૧ કપ

ડુંગળી સમારેલી ઝીણી - ૧

ટામેટુ સમારેલું ઝીણું - ૧

આદું અને લસણની પેસ્ટ

વટાણા - ૧૦૦ ગ્રામ

શીંગ- ૫૦ ગ્રામ

લસણ - ૧૦ કળી

બટાકા - ૧ નંગ

તજ અને લવિંગ - ૨ થી ૩ નંગ

મરચાં લાલ સૂકાં - ૨ થી ૩ નંગ

ગરમ મસાલો - માપપ્રમાણે

હળદર, મરચું - માપપ્રમાણે

રાઇ, જીરું - માપપ્રમાણે

તેલ અને ઘી ૩ ચમચા

પાણી - જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત :

સૌથી પહેલા દાળ અને ચોખાને બરોબર ધોઈને એક કલાક સુધી પલાળીને રાખો. ત્યારપછી કૂકરમાં તેલ અને ઘી બંને એકસરખા પ્રમાણમાં લઈને ગરમ કરી દો, પછી તેમાં રાઇ અને જીરાંનો વઘાર કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બટેકા અને ટામેટા, આદું- લસણની પેસ્ટ, મીઠો લીમડો અને વટાણા નાખીને ૨ થી ૩ મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેમાં દાળ અને ચોખા નાખીને ૧૫ મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમાં આશરે ૫ કપ જેટલું પાણી નાખીને કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી થવા દો. કૂકર ઠંડુ થયા પછી કૂકરની હવા બહાર નીકાળી ખીચડી બહાર સર્વિંગ પ્લેટમાં કાઢી લો. પછી તેમાં કોથમીરથી ગાર્નિશ કરીને કઢી અથવા મસાલા છાશ અને પાપડ સાથે સર્વ કરો.. અને આ મસાલેદાર રજવાડી ખીચડીની મજા માણો.

Share: