સલમાન ખાનની ફિલ્મ 'ભારત' એ સપ્તાહમાં કમાવ્યા આટલા કરોડ રૂપિયા

June 12, 2019
 278
સલમાન ખાનની ફિલ્મ 'ભારત' એ સપ્તાહમાં કમાવ્યા આટલા કરોડ રૂપિયા

સલમાન ખાનની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઈદના દિવસે રિલીઝ કરવામાં આવી હતી અને પહેલા દિવસે જ આ ફિલ્મે ૪૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં ૧૬૭.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારત કલેક્શનએ સાતમાં દિવસે એટલે કે મંગળવારે લગભગ ૮.૩૦ કરોડ રૂપિયા કમાવી લીધા છે. જો આ ફિલ્મ સતત ચાલુ રહેશે તો તે ટૂંક સમયમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કરી નાખશે. આ ફિલ્મમાં દુનિયાભરમાં ૨૫૦ કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી દીધી છે.

બુધવાર : ૪૨.૩૦ કરોડ રૂપિયા

ગુરુવાર : ૩૧ કરોડ રૂપિયા

શુક્રવાર : ૨૨.૨૦ કરોડ રૂપિયા

શનિવાર : ૨૬.૭૦ કરોડ રૂપિયા

રવિવાર : ૨૭.૯૦ કરોડ રૂપિયા

સોમવાર : ૯.૨૦ કરોડ રૂપિયા

મંગળવાર : ૮.૩૦ કરોડ રૂપિયા

કુલ: ૧૬૭.૬૦ કરોડ રૂપિયા

ટી-સીરીઝ દ્વારા નિર્માણિત, ફિલ્મ "ભારત" નું નિર્માણ અતુલ અગ્નિહોત્રી, અલવીરા અગ્નિહોત્રી, ભૂષણ કુમાર, કૃષ્ણકુમાર દ્વારા રીલ લાઇફ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ થાય છે. આ ફિલ્મ એક આગામી ભારતીય હિન્દી ભાષાની ઐતિહાસિક પીરિયડ ડ્રામા ફિલ્મ છે જે અલી અબ્બાસ ઝફર દ્વારા લખાયેલી અને નિર્દેશિત છે.

Share: