શરદ પવારે કર્યા ઈવીએમ પર પ્રહાર, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક વિભાજનકારી માનસિકતા

June 12, 2019
 917
શરદ પવારે કર્યા ઈવીએમ પર પ્રહાર, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક વિભાજનકારી માનસિકતા

એનસીપી પ્રમુખ શરદ પવારે કર્યો ભાજપની લોકસભા જીતનો ખુલાસો, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક વિભાજનકારી માનસિકતા

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે ઈવીએમ અને સર્જીકલ સ્ટ્રાઈકને લઈને પીએમ મોદી અને ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. શરદ પવારે ઈવીએમ મુદ્દા પર કહ્યું કે સમસ્યા ઈવીએમ કે વીવીપેટને લઈને નથી જ્યાં લોકો વોટ કરે છે. સમસ્યા અંતિમ મતગણના સમયે ચુંટણી અધિકારી અને મશીનને લઈને છે.

તેમણે કહ્યું કે ઈવીએમમાં જે વીવીપેટની કાપલી દેખાઈ છે તે ચુંટણી અધિકારી સામે મુકવામાં આવતી નથી. જેમા વોટ ગણવામાં આવે છે તે બીજુ મશીન છે. તેથી તમે જે વીવીપેટ જોવો તે સમાન નથી હોતા. ઈવીએમની સેટિંગ માટે બે કંપનીઓ કામ કરે છે. અમે દિલ્હીમાં ટેક્નીકલ એક્સપર્ટ અને વિપક્ષી દળો સાથે આ મુદ્દે ચર્ચા કરીશું.

પવારે કહ્યું કે જો લોકોને ખબર પડે તો જે વોટ નાંખવામાં આવ્યો છે તે પસંદગીના ઉમેદવારને જઈ રહ્યો છે કે નહીં. તે વિરોધ નોંધાવી શકે છે. આ લોકો ભવિષ્યમા કાનુન હાથમા લઈ શકે છે. અમે તેમ થવા દેવા નથી માંગતા.

એનસીપી પ્રમુખે પીએમ મોદીએ પાકિસ્તાન હુમલાની વાતને સમાજમાં વિભાજન કરવાની કોશિષ સાથે સરખાવી હતી.ચુંટણી દરમ્યાન અમે નોટબંધી અને ૧૫ લાખની વાત કરતા રહ્યા અને ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા પર વાત કરતા રહ્યા. લોકો રાષ્ટ્રવાદ વિશે ચિંતિત છે અને તેથી તેમને વોટ આપે છે. ચુંટણી દરમ્યાન કોઈ પણ આ વિષે વાત નથી કરતા.

શરદ પવારે સપ્ટેમ્બર ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને લોકસભા ચુંટણીની ટીકીટ આપવા પર પણ ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે બોમ્બ બ્લાસ્ટના આરોપીને ટીકીટ આપવી તે લોકતંત્ર પર હુમલો છે. તેમણે કહ્યું કે એ મહિલાને ટીકીટ આપવી જેની પર માલેગાંવ બ્લાસ્ટના આરોપ લાગ્યા છે. લોકતંત્રને તોડવાની કોશિષ છે.

રાજયસભા સાંસદ પવારે જણાવ્યું કે આ માની શકાય તેમ નથી એક મુસલમાન જુમ્માના રોજ બ્લાસ્ટ કરે આ જગ્યા અને દિવસ તેની માટે પવિત્ર હોય છે. તેથી જ હું આ ઘટનાના શરૂઆતમાં થયેલી ધરપકડનો વિરોધ કર્યો હતો. તેની બાદ હેમંત કરકરે તેમની ધરપકડ કરી હતી. જે રાષ્ટ્રપતિના અભીભાષણ દરમ્યાન સંસદમાં બેસશે.

Share: