રવિચંદ્રન અશ્વિને ટીમ ઇન્ડિયા માટે કરી મોટી ભવિષ્યવાણી

June 12, 2019
 191
રવિચંદ્રન અશ્વિને ટીમ ઇન્ડિયા માટે કરી મોટી ભવિષ્યવાણી

ભારતીય સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિન ભલે વનડે ટીમથી બહાર ચાલી રહ્યા હોય પરંતુ તે ભારતીય ટીમને જીતની મોટી દાવેદાર માને છે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં તેવી રીતે દબદબો બનાવશે જેમ ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૩ અને ૨૦૦૭ માં કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બંને વર્ષ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

રવિચંદ્રન અશ્વિન ફાઉન્ડેશનના લોન્ચ બાદ આ ઓફ સ્પિનરે જણાવ્યું છે કે, “ભારત વર્તમાન વર્લ્ડ કપમાં તેવી રીતનો દબદબો બનાવશે જેમ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૩ અને ૨૦૦૭ માં બનાવ્યો હતો.” તમિલનાડુના આ ક્રિકેટરે જણાવ્યું છે કે, ભારતની ‘કુલ્ચા’ જોડીની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે, બંનેએ ઘણું સારૂ પ્રદર્શન કર્યું છે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું છે કે, ‘યુજ્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ છેલ્લા ઘણા સમયથી સારુ પ્રદર્શન કરી રહ્યા છે. યુજ્વેન્દ્ર ચહલે વર્લ્ડ કપમાં પણ સારુ પ્રદર્શન કર્યું છે.”

રવિચંદ્રન નોટિંગહામશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ૨૩ જૂનના ઇંગ્લેન્ડ રવાના થશે. છેલ્લી વખત તે વોર્સેસ્ટર તરફથી રમ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, “કાઉન્ટી ટીમ નોટિંગહામશાયર તરફથી રમવા માટે હું ૨૩ જુનના ઇંગ્લેન્ડ જઈશ. જોઈએ હવે શું થશે.”

વર્લ્ડ કપ ૨૦૧૯ માં ટીમ ઇન્ડિયાનું સારુ પ્રદર્શન બીજી મેચમાં પણ જોવા મળ્યું હતું. પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પણ હરાવી દીધું હતું. કેનિંગટન ઓવલ મેદાન પર રમાયેલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૩૫૨ રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૧૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયાનો વિજય રથ રોક્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપમાં સતત ૮ જીતનો વિજય રથ રોક્યો હતો. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની વનડે ક્રિકેટમાં સતત ૧૦ જીતની સફર પણ રોકી દીધી હતી. આ અગાઉ ઇન્ડિયાએ પાંચ જુનના સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં પણ જીત પ્રાપ્ત કરી હતી.

Share: