સમગ્ર દેશમાં મંદી અને અસહ્ય મોંઘવારી મા પીસાતો ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર

June 12, 2019
 985
સમગ્ર દેશમાં મંદી અને અસહ્ય મોંઘવારી મા પીસાતો ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર

સમગ્ર દેશમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. જ્યાં જુઓ ત્યાં દરેક વેપારીઓ ની એક જ બૂમ હોય છે કે વેપાર ધંધા નથી રહ્યા દુકાન ના રોજિંદા ખર્ચ જેટલી આવક પણ ઉભી થતી નથી અને બીજી તરફ ઘર ખર્ચ મા વધારો થતો જાય છે શહેરી વિસ્તારમાં શાકભાજી ની વાત કરીએ તો ૧૫ રૂપિયા થી ૨૫ રૂપિયા મા ૨૫૦ ગ્રામ શાક ભાજી નો ભાવ ફિક્સ થઈ ગયો છે.૫૪ ચોપન રૂપિયે લિટર દૂધ નો ભાવ છે દૂધ અને શાક ભાજી ના દરેક સામાન્ય મજૂરી કામ કરવા વાળા પરિવાર ને પણ દરરોજ ૧૦૦ થી ૧૫૦ રૂપિયા જોઈએ તે ખર્ચ માસિક એવરેજ ૪૦૦૦ ચાર હજાર રૂપિયા અને રહેઠાણ ની વાત કરું તો અત્યારે ૧૦ બાય ૧૨ ની ચાલી ની ઓરડી નું ભાડું અને ૧ પંખા સાથે લાઈટ બિલ માસિક ૩૦૦૦ ત્રણ હજાર થાય છે.

અને ૨ બાળકો અને પતિ પત્ની સાથે મહિના નો જમવાનો ખર્ચ બીજો માત્ર ૫૦૦૦ રૂપિયા તેમજ સાવ સામાન્ય નાની સ્કુલ નો ફી નો ખર્ચ પણ માસિક ૧૫૦૦ આવે છે ત્યારે ખાનગી કે 5 વર્ષ ની કોન્ટ્રક વાળી સરકારી નોકરી મા પણ દર મહિને ૭૦૦૦/૮૦૦૦ રૂપિયા થી વધારે પગાર નથી મળતો ત્યારે પતી પત્ની ની બંને ની નોકરી કરી ને માંડ માંડ ઘર ચાલતું હોય અને દેશ ના તમામ ઉદ્યોગો મંદી નો સામનો કરી રહ્યા હોવાથી આ ઉદ્યોગો પણ કામદારો ને ના છૂટકે છૂટા કરે છે ત્યારે હું પોતે અમદાવાદ શહેર ના દરેક વિસ્તાર મા સવારે મજૂરો સાથે ના કડિયા નાકા પર થી અડધા જેટલા મજૂરો ને સવારે ૮/૧૦ વાગ્યા સુધીમાં કામ મળતા નીરસ બની ને પાછું ફરવું પડે છે.

આ છે ગરીબ પરિવાર ના લોકો ની વાત જ્યારે મધ્યમ વર્ગના લોકો મા ભણેલો વર્ગ અને તેની માસિક આવક ૨૦૦૦૦/૩૦૦૦૦ વિસ થી ત્રીસ હજાર રૂપિયા વાળી હોય છે તેનો મકાન નો લોન નો માસિક હપ્તો ૧૦૦૦૦/૧૫૦૦૦ દસ/પંદર હજાર હોય . બાળકો નો સ્કુલ ખર્ચ માસિક ૩૦૦૦/૪૦૦૦ ત્રણ/ચાર હજાર હોય પેટ્રોલ ખર્ચ. લાઈટ બીલ પણ દર મહિને ૩૦૦૦/૫૦૦૦ ત્રણ થી પાંચ હજાર રૂપિયા જેટલો હોય છે જ. તેમની હાલત પણ કફોડી બની ગઈ છે. પાછલા ૭/૮ વર્ષ મા પગાર વધારો ખાસ થતો નથી અને જીવન જરૂરીયાત વસ્તુ ઓ ના ભાવ ડબલ થી વધી ગયા હોઈ દેશ મા નોકરિયાત વર્ગને તકલીફો નો પાર નથી નાની દુકાનો ધરાવતા લોકો પણ આવી રીતે જીવે છે તેમને સરકારી કાયદા મુજબ જે તે રિટર્ન ફાઈલ કરવા પડે છે ઉધાર આપેલી વસ્તુઓ મા છેલ્લે ઉધારી ની અમુક ટકા રકમો જતી કરવી પડે છે. જ્યારે સેમી હોલસેલ કે હોલસેલ વેપારીઓ મા પણ કોઈ કોઈ વેપારીઓ પોતાના સમગ્ર પરિવાર સાથે આપઘાત કરી લેવાના બનાવો ખૂબ વધી ગયા છે.

વાહનો બનાવનાર કંપની ઓ પાસે હાલ મા વેચાયા વગર નો એટલો સ્ટોક છે કે આવનાર ૨/૩ બે ત્રણ મહિના ઉત્પાદન બંધ કરવું પડે તેવી હાલત છે. નરેન્દ્ર મોદી સરકાર ખોટા ખોટા જીડીપી ના આંકડા બતાવી ને દેશ ની જનતા ને અને વિશ્વ ને મૂર્ખ બનાવી રહી છે ખોટા જીડીપી ના આંકડા નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વ્યક્તિ કે જે નીતી આયોગ ના મુખ્ય અધિકારી રહી ચૂક્યા હતા તે અરવિંદ સુબરહ્મણ્યમ એ આપ્યા છે. દેશમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગ્રોથ સુધારવા માટે પગલાં નથી લેવાતા પણ ભાઈચારો તોડાવી ને દેશ મા આરએસએસ ની વિચાર ધારા હેઠળ એક કોમ ને લાવવા માટે નું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે અને દેશ ને નબળો પાડવા મા આવી રહ્યો છે. જે સરકાર ની સામે અવાજ ઉઠાવે તેને દુનિયા થી ઉઠાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ભગવાન બચાવે આ લોકો થી

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: