એરટેલ લાવ્યું યુઝર્સ માટે આ નવો ડેટા પ્લાન

December 16, 2018
 681
એરટેલ લાવ્યું યુઝર્સ માટે આ નવો ડેટા પ્લાન

ટેલિકોમ સેક્ટરમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પોતાના ૧૯૯ રૂપિયાના પ્રીપેડ પેકમાં ફેરફાર કર્યો છે. જેમાં કંપની હવે યુઝર્સને પહેલાના મુકાબલામાં વધુ ડેટા આપી રહી છે. પહેલા આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા ફેરફાર બાદ યુઝર્સને પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટા મળશે. જયારે પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. માનવામાં આવી રહ્યું છે કે, એરટેલના આ પ્લાનની ટક્કર જિયોના ૧૯૮ રૂપિયા વાળા પ્લાનથી થશે.

એરટેલના ૧૯૯ રૂપિયાનો પ્લાન

આ એક ઓપન માર્કેટ પ્લાન છે જે બધા એરટેલ પ્રીપેડ યુઝર્સ માટે રહેલો છે અને ડેટા સિવાય તેમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કોલ્સની સાથે ૨૮ દિવસ માટે ૧૦૦ એસએમએસ મળશે. એરટેલના ૧૯૯ રૂપિયા વાળા પ્લાન ૨૨ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કંપનીએ ૨૩ રૂપિયાનો રિચાર્જ પેક લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પેકની મદદથી એરટેલ યુઝર્સ પોતાના પ્રીપેડ નંબરની વેલીડીટી ૨૮ દિવસ માટે વધારી શકે છે. જયારે એ જોવાનું રસપ્રદ રહેશે કે, ફેરફાર બાદ એરટેલના આ નવા પ્લાનને યુઝર્સથી કેવી પ્રતિક્રિયા મળશે. 

Share: