વોડાફોનનો ફેમીલી પ્લાન, પ્રત્યેક યુઝર્સને મળશે ૩૦ જીબી ડેટા

June 14, 2019
 658
વોડાફોનનો ફેમીલી પ્લાન, પ્રત્યેક યુઝર્સને મળશે ૩૦ જીબી ડેટા

વોડાફોને નવો રેડ ટુગેધર પોસ્ટપેડ પ્લાન પ્રસ્તુત કર્યું છે જેને કંપની દ્વ્રારા ખાસ તરીકે સંપૂર્ણ ફેમેલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. ૯૯૯ રૂપિયા વાળા આ પ્લાનમાં ગ્રાહકને ૫ કનેક્શન મળશે, એટલે ફેમીલીના પાંચ લોકો તેનો ઉપયોગ કરી શકશે. ૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં એક યુઝર્સનું ન્યૂનમત ભાડુ ૨૦૦ રૂપિયા હશે. આ પ્લાનમાં યુઝર્સ એમેઝોન પ્રાઈમ, વોડાફોન પ્લે, મોબાઈલ શિલ્ડ, સિંગલ બીલ સહિત ઘણી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

૯૯૯ રૂપિયા વાળા રેડ ટુગેધર પોસ્ટપેડ પ્લાનમાં કુલ મળીને ૨૦૦ જીબી ડેટા મળશે. એટલે પ્રત્યેક યુઝર્સને ૩૦ જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને ૫૦ જીબી રોલ ઓવર ડેટા ફેસીલીટી પણ ઓફર કરવામાં આવી રહી છે. જયારે પરિવારને હેડને ૮૦ જીબી ડેટા આપવામાં આવશે. તેના સિવાય યુઝર્સને ફ્રીમાં ૧ વર્ષ માટે એમેઝોન પ્રાઈમની સબ્સક્રિપ્શન મળશે.

ફ્રીમાં મળશે મોબાઈલ શીલ્ડ ઓફર

આ પ્લાનની સાથે વોડાફોન ફ્રીમાં મોબાઈલ શીલ્ડ ઓફર કરી રહી છે જે યુઝર્સના સ્માર્ટફોનને ફીઝીકલ અને લીક્વીડ ડેમેજથી પ્રોટેક્ટ કરશે. તેમ છતાં મોબાઈલ શીલ્ડ ફેસીલીટી માત્ર પ્રાઈમરી મેમ્બર માટે જ ઉપલબ્ધ છે.

Share: