વ્હોટ્સએપને ટક્કર આપશે ટ્રૂકોલરની આ નવી સર્વિસ

June 15, 2019
 629
વ્હોટ્સએપને ટક્કર આપશે ટ્રૂકોલરની આ નવી સર્વિસ

વ્હોટ્સએપને ટક્કર આપવા માટે ટ્રૂકોલર જલ્દી જ નવી VoIP સર્વિસને શરૂ કરવાની છે. ટેલીકોમ ટોકની રીપોર્ટ મુજબ ટ્રૂકોલર વોઈસ સર્વિસને જલ્દી જ આ એપમાં સામેલ કરવામાં આવશે જે વ્હોટ્સએપની જેમ વોઈસ કોલ કરવાની પરવાનગી આપશે. તેમ છતાં સા સર્વિસની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. સૌથી પહેલા તેને એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યાર બાદ અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ધીરે-ધીરે આ સર્વિસને શરૂ કરવામાં આવશે.

આ નવી સર્વિસના સામેલ થયા બાદ એપ ઓપન કરવા પર કોલર પ્રોફ્રાઈલમાં વોઈસનું ઓપ્શન દેખાવવા લાગશે જ્યાંથી યુઝર્સ કોલ કરી શકશે. તમને જણાવી દઈએ કે, ટ્રૂકોલરે કોલર આઈડી એપ તરીકે પોતાની સારી ઓળખાણ સંપૂર્ણ દુનિયામાં બનાવી લીધી છે અને હવે કંપની આ એપને વધુ ઈમ્પ્રુવ કરવા પર કામ કરી રહી છે.

Share: