એરટેલે પ્રસ્તુત કર્યો બ્રોડબેન્ડ યુઝર્સ માટે ખાસ પ્લાન

June 17, 2019
 434
એરટેલે પ્રસ્તુત કર્યો બ્રોડબેન્ડ યુઝર્સ માટે ખાસ પ્લાન

રિલાયન્સ જિયોની ગીગાફાઈબર સર્વિસના કારણે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ઘણું વધુ ગયું છે. તેને જોતા એરટેલે પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે કેટલાક એવા જ પ્લાન્સ પ્રસ્તુત કર્યા છે જેમાં તમને અનલીમીટેડ ડેટા સાથે અને ઘણા અન્ય બેનીફીટ આપવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં યુઝર્સ માટે એરટેલ ૧૯૯૯ રૂપિયાના અનલીમીટેડ પ્લાન ઓફર કરી રહી છે. તેમાં યુઝર્સને અનલીમીટેડ ડેટા સાથે જ અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલ્સની સુવિધા મળશે. પ્લાનને સબ્સક્રાઈબ કરવા બાદ યુઝર્સને નેટફિલ્ક્સ અને એમેઝોન પ્રાઈમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાનને ૬ મહિના માટે સબ્સક્રાઈબ કરવા પર યુઝર્સને ૧૮૪૯ રૂપિયા અને એનુઅલ સબ્સક્રિપ્શન માટે ૧૬૯૯ રૂપિયા આપવા પડશે.

જયારે હૈદરાબાદની વાત કરવામાં આવે તો અહીંના યુઝર્સને પણ અનલીમીટેડ ડેટા બેનીફીટ કંપની દ્વ્રારા ઓફર કરવામાં આવી રહી છે. હૈદરાબાદમાં રહેનાર એરટેલના યુઝર્સને ૬૯૯ રૂપિયા અને ૧૨૯૯ રૂપિયાના બ્રોડબેન્ડ પ્લાનમાં અનલીમીટેડ ડેટાનો ફાયદો મળશે. તેના સિવાય કંપની અહીં ૧૫૯૯ રૂપિયાનો પ્લાન પણ લઈને આવી છે જેમાં યુઝર્સને ૩૦૦ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

Share: