વોડાફોને જાહેર કર્યા નવા સસ્તા રેડ પોસ્ટપેડ પ્લાન, ગ્રાહકોને મળશે આ મોટો ફાયદો

June 18, 2019
 681
વોડાફોને જાહેર કર્યા નવા સસ્તા રેડ પોસ્ટપેડ પ્લાન, ગ્રાહકોને મળશે આ મોટો ફાયદો

ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડરે સંપૂર્ણ પરિવારને ધ્યાનમાં રાખતા વોડાફોનના ગ્રાહકો માટે નવા આકર્ષક અને સસ્તા પોસ્ટપેડ પ્લાન્સની જાહેરાત કરી છે. વોડાફોન રેડ હેઠળ નવા પોર્ટફોલિયો સંપૂર્ણ પરિવારને માત્ર ૯૯૯ રૂપિયા પ્રતિ મહિનામાં નવા પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ કરાવશે. ૯૯૯ રૂપિયા વાળા આ પ્લાનમાં ૫ કનેક્શન મળશે, આવી રીતે ભાડા દીઠ ખર્ચ ઘટીને માત્ર ૨૦૦ રૂપિયા થઈ જશે.

નવા પ્લાન્સ સાથે, વોડાફોન લાખો પરિવાર માટે મોટી બચત તથા સમાન બિલ પર સમગ્ર પરિવારના મોબાઇલ કનેક્શન્સનું સંચાલન કરવાની સુવિધા આપી રહી છે. ગ્રાહકોને ખુશ કરવાના કંપનીના ઉદેશ્યને ધ્યાનમાં રાખતા વોડાફોને બધા નવા લોન્ચ કરવામાં આવેલ પોસ્ટપેડ પ્લાન્સ પર વિભિન્ન લાભ અને ફ્રી બેનિફિટસ ઉપલબ્ધ કરાવ્યા છે.

આ ફાયદાઓ સામેલ છે –

૨૦૦ જીબી ડેટા, જેમાં પરિવારના દરેક સભ્ય માટે ૫૦ જીબી રોલ-ઓવર ફેસીલીટી સાથે ૩૦ જીબી ડેટા અને પરિવારના પ્રાઈમરી નંબર માટે ૨૦૦ જીબી રોલ-ઓવરની સાથે ૮૦ જીબી ડેટા સામેલ છે.

નવી મુવીજ, શો, મ્યુઝીક અને શોપિંગ પર ફ્રી અને ફાસ્ટ ડીલીવરીનો આનંદ ઉઠાવવા માટે કોઈ પણ વધારાની કિંમત વગર એક વર્ષ સુધી ફ્રી એમેઝોન પ્રાઈમ એપની સુવિધા મળશે.

બધા મેમ્બર્સ માટે ફ્રી વોડાફોન પ્લે, જેથી ઝી૫, સોની લીવ, શેમારુ, હોઈ ચોઈ, સન નેક્સ્ટ અને અલ્ટ બાલાજીથી લઈ ટીવી અને પ્રીમીયમ કન્ટેન્ટનો આનંદ ઉઠાવી શકાશે.

પ્રાઈમરી મેમ્બર માટે મેટેરિયલ અને લીક્વીડ ડેમેજ સામે ફ્રી મોબાઈલ શીલ્ડ – સ્માર્ટફોન પ્રોટેક્શનની સુવિધા મળશે.

નવા પોસ્ટપેડ પ્લાન્સના વિશેમાં અવનીશ ખોસલા, ઓપરેશન્સ ડાયરેક્ટર - માર્કેટિંગ, વોડાફોન આઇડિયા લિમિટેડ જણાવ્યું હતું કે, “અમે સતત એવી રીતો શોધી રહ્યા છીએ, જેથી સંબંધિત પ્રસ્તાવના દ્વારા અમારા ગ્રાહકોને કંઈક નવું આપી શકીએ. ગ્રાહક હવે વોડાફોન રેડ પર અનલીમીટેડ કોલ્સ, રોમિંગ અને ડેટા સાથે વર્લ્ડ સ્તરીય મનોરંજન, ડીવાઈઝ પ્રોટેક્શન અને ઘણો બધો આનંદ લઇ શકે છે. નવા પ્લાન્સના લોન્ચ સાથે, પોસ્ટપેડ હોવું માત્ર સુવિધાજનક અને સરળ નથી, પરંતુ સંપૂર્ણ પરિવાર માટે ખુબ સસ્તો પણ છે.

Share: