બીએસએનએલનો ધમાકો, આ પ્લાનમાં મળશે ૩.૧ જીબી ડેટા

December 17, 2018
 666
બીએસએનએલનો ધમાકો, આ પ્લાનમાં મળશે ૩.૧ જીબી ડેટા

ટેલિકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે પોતાના ૯૯૯ રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જેમાં યુઝર્સને હવે આ પ્લાનમાં દરરોજ ૩.૧ જીબી ડેટા મળશે, જો કે પહેલા ૨.૨ જીબી હતો. આ પ્લાનની વેલીડીટી ૧૮૧ દિવસની છે એટલે યુઝર્સને કુલ ૫૬૧.૧ જીબી ડેટા મળશે. તેના સિવાય યુઝર્સને અનલીમીટેડ લોકલ  અને નેશનલ વોઈસ કોલની સુવિધા પણ મળશે.

તેમ છતાં એક વખત ડેલી ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ તમને ૪૦Kbps ની સ્પીડથી ડેટા મળશે. જયારે પ્રાપ્ત માહિતી મુજબ ફરી કોલિંગ મુંબઈ અને દિલ્હી રીજન માટે માન્ય નથી. આ રીઝનમાં યુઝર્સથી કોલ માટે ૬૦ પૈસા પ્રતિ મિનીટ ચાર્જ લેવામાં આવશે. આ પ્લાન ૧૯ સર્કલ્સમાં માન્ય છે.

તમને જણાવી દઈએ કે, આ સમયે ટેલિકોમ સેક્ટરમાં લગભગ બધી કંપનીઓ પોતાના પ્લાન્સમાં ફેરફાર કરી રહી છે, એવામાં જોવાનું રહેશે કે, બીએસએનએલને માર્કેટથી કેવરી પ્રતિક્રિયાઓ મળશે.

ઉલ્લેખનીય છે કે, બીએસએનએલે પોતાના ૭ બ્રોડબેન્ડ પ્લાન્સને રિવાઈઝ કર્યા હતા. જેમાં યુઝર્સને ૬૭૫ રૂપિયા, ૮૪૫ રૂપિયા, ૯૯૯ રૂપિયા, ૧૧૯૯ રૂપિયા, ૧૪૯૫ રૂપિયા, ૧૭૪૫ રૂપિયા અને ૨૨૯૫ રૂપિયા વાળા પ્લાન્સ પર ૬ ઘણો વધુ ડેટા મળશે. જયારે આ બધા પ્લાન્સને કંપનીએ પોતાના બધા સર્કલ્સમાં રિવાઈઝ કર્યો હતો.

Share: