બીએસએનએલે પ્રસ્તુત કર્યો અભિનંદન-૧૫૧ નો પ્લાન, જાણો તેના ફાયદા

June 20, 2019
 642
બીએસએનએલે પ્રસ્તુત કર્યો અભિનંદન-૧૫૧ નો પ્લાન, જાણો તેના ફાયદા

ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલી સ્પર્ધાને જોતા બીએસએનએલે અભિનંદન-૧૫૧ નામથી પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાન અત્યારે માત્ર ચેન્નાઈ અને તામિલનાડુ સર્કલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ૧૫૧ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૧ જીબી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ પ્લાનમાં દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ અને અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનમાં મળનાર ફ્રી બેનીફીટ ૨૪ દિવસ સુધી વેલીડ રહેશે, પરંતુ પ્લાનની વેલીડીટી ૧૮૦ દિવસની હશે.

બીએસએનએલનો આ ખાસ પ્લાન ૯૦ દિવસોના પ્રમોશનલ પીરીયડ માટે જ માર્કેટમાં ઉપલબ્ધ હશે. આ એક્ટીવેટ કરવા માટે યુઝર્સને સેલ્ફ કેયર કીવર્ડ એસએમએસ પ્લાન ૧૫૧ ટાઈપ કરી ૧૨૩ ઓર સેંડ કરવો પડશે.

Share: