દેશમાં અડધાથી વધુ મોબાઈલ યુઝર્સ કરી રહ્યા નથી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ

June 21, 2019
 589
દેશમાં અડધાથી વધુ મોબાઈલ યુઝર્સ કરી રહ્યા નથી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ

ભારતમાં ઓછી કિંમત પર ઈન્ટરનેટ ડેટા પ્લાન્સ ઉપલબ્ધ થયા બાદ પણ અડધાથી પણ વધુ મોબાઈલ યુઝર્સ તેના ભાગ બની શક્યા નથી. સપ્ટેમ્બર ૨૦૧૬ માં જિયોના આવવાથી મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા છેલ્લા ૩૦ મહિનામાં (ટ્રાઈ મુજબ) બમણીથી વધુ અંદાજે ૫૩ કરોડ પહોંચી ગઈ છે. એવરેજ ડેટાનો ઉપયોગ પણ ૧૦ ગણાથી વધી ૯ જીબી માસિક થઈ ગયો છે.

ડેટા કિંમતોમાં ભારે ગિરાવટ આવી છે જેનાથી પ્રતિ જીબી ડેટા ૨૫૦ રૂપિયાથી ઘટીને ૧૫ રૂપિયા પ્રીતિ જીબી પર આવી ગઈ છે. તેમ છતાં ભારતના ૧૧૬ કરોડ મોબાઈલ યુઝર્સમાંથી અડધાથી વધુ (લગભગ ૬૩ કરોડ) લોકો પાસે ઈન્ટરનેટ કનેક્શન નથી.

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયોએ ટેલીકોમ સેક્ટરમાં ટેરીફ વોરની શરૂઆત કરી હતી, પરંતુ હવે ટેલીકોમ ઓપરેટર્સ પોતાના ભાવને ઘટાડવાના નથી. એવામાં કંપનીઓ પોતાના લો-વેલ્યુ સબ્સક્રાઈબર્સની છંટણી કરી શકે છે.

Share: