ફેક ન્યુઝને રોકવા વ્હોટ્સએપ કરશે આ ફેરફાર...

June 22, 2019
 699
ફેક ન્યુઝને રોકવા વ્હોટ્સએપ કરશે આ ફેરફાર...

ભારત સરકાર વ્હોટ્સએપ પર ફેક ન્યૂઝના કારણે હેરાન છે અને તેને ઓછા કરવાના તમામ ઉપાયો પર ધ્યાન આપી રહી છે. આ સિલસિલામાં સરકારે વ્હોટ્સએપથી આગ્રહ કર્યો છે કે, તે એક એવું ફિચર લઈને આવે જે યુઝર્સ દ્વ્રારા મોકલેલ તમામ મેસેજની ડીઝીટલ ફિંગર પ્રિન્ટ લે. આ ફીચરના આવ્યા બાદ તે શોધવું સરળ થઈ જશે કે, મેસેજમાં શું મોકલવામાં આવ્યું છે અને કોણે મળ્યો છે.

તમને જણાવી દઈએ કે, વર્તમાનમાં વ્હોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર કામ કરે છે. આ ફીચરના રહેવાથી ઇનવેસ્ટિંગ એજેન્સીને એ જાણ કરવામાં તકલીફ પડે છે કે, મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો છે. જયારે સરકાર એ ઈચ્છતી નથી કે, વ્હોટ્સએપ પોતાના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને બંધ કરી દે પરંતુ સરકાર ઈચ્છે છે કે, આ ફીચર સાથે જ ડીઝીટલ ફ્રિંગરપ્રિંટનું ફીચર પણ તેમાં જોડી દેવામાં આવે.

એવું નથી કે, ડીઝીટલ ફિંગરપ્રિંટના આવ્યા બાદ યુઝર્સના બધા મેસેજ સરકાર વાંચી શકશે. સરકારી સુત્રો મુજબ, માત્ર પોલીસ અને લો ઇનફોર્સમેંટ એજેન્સી જરૂરત પડવા પર આ મેસેજને જોઈ શકશે. અત્યારના સમયે કોઈ મેસેજને વાંચવા માટે એજેન્સી મેટા ડેટા પર આધારભૂત છે અને તેના માટે ફોન નંબર, પ્રોફાઈલ પિક્ચર, ગ્રુપ મેમ્બેર નેમ્સ, લોકેશન, ટાઈમ ઓફ ચેટ, આઈપી એડ્રેસની જરૂરત પડે છે.

ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરમાં વ્હોટ્સએપ મેસેજને જરૂરત પડવા પર રીડ કરવા માટે વિશેષ કાયદો બનાવ્યો છે. સિંગાપુર પોલીસ વ્હોટ્સએપ પર પ્રાઈવેટ ચેટને મોનિટર કરે છે જયારે ઓસ્ટ્રેલિયાની પોલીસ મેસેજ ઇનક્રિપટેશનને બાયપાસ કરી શકે છે.

Share: