બીએસએનએલના આ પ્લાનમાં મળશે હોટસ્ટારનું પ્રીમીયમ સબ્સક્રિપ્શન

June 23, 2019
 403
બીએસએનએલના આ પ્લાનમાં મળશે હોટસ્ટારનું પ્રીમીયમ સબ્સક્રિપ્શન

બીએસએનએલે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ હોટસ્ટાર સાથે ભાગીદારી હેઠળ નવો બ્રોડબેન્ડ પ્લાન સુપરસ્ટાર ૩૦૦ પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને હોટસ્ટારની પ્રીમીયમ સબ્સક્રિપ્શન ફ્રીમાં ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનની કિંમત ૭૪૯ રાખવામાં આવી છે જેમાં યુઝર્સને ૫૦ એમબીપીએસ ની સ્પીડથી ૩૦૦ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

બીએસએનએલ અને હોટસ્ટારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પેકેજમાં યુઝર્સને ૫૦ એમબીપીએસની સ્પીડથી ૩૦૦ જીબીનો ડેટા ડાઉનલોડિંગ માટે ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનને સબ્સક્રાઈબ કર્યા બાદ યુઝર્સને હોટસ્ટાર પ્રીમીયમનું પણ સબ્સક્રિપ્શન મળશે જેનાથી તે નોન-સ્ટોપ મનોરંજન સાથે વર્લ્ડ કપનો પણ આનંદ ઉઠાવી શકશે. સુપર સ્ટાર ૩૦૦ બ્રોડબેન્ડ પ્લાન દેશના બધા ટેલીકોમ સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈચ્છુક ગ્રાહક આ પ્લાનને સબ્સક્રાઈબ કરવા માટે કંપનીને રિક્વેસ્ટ કરી શકે છે.

Share: