આજે સુપ્રિમ પર સૌની નજર: કોંગ્રેસને ફાયદો થશે કે પછી.

June 25, 2019
 704
આજે સુપ્રિમ પર સૌની નજર: કોંગ્રેસને ફાયદો થશે કે પછી.

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચે અલગ અલગ ચૂંટણી યોજવા નક્કી કર્યું છે. જો પ્રહારે ચૂંટણી પ્રકિયા હાથ ધરવામાં આવશે તો, ભાજપ બંને બેઠકો આસાનીથી જીતી જશે. આ ચૂંટણી પ્રક્રિયાને લઈને કોંગ્રેસે સુપ્રિમકોર્ટમાં ઘા નાખી નાખી છે. આજે સુપ્રિમકોર્ટમાં તે અંગે સુનાવણી થવાની છે. સુપ્રિમકોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

સુપ્રિમકોર્ટ જો કેન્દ્રીય ચૂંટણીપંચના જાહેરનામા પર સ્ટે આપે તો આખીય ચૂંટણી રદ થઇ શકે છે. આ ઉપરાંત બંને બેઠકોની એક જ ચૂંટણી કરાવવા આદેશ આપે તો કોંગ્રેસને એક બેઠક જીતવાનો મોકો મળી શકે છે. જોકે, સુપ્રિમકોર્ટ કેન્દ્રીય ચૂંટણીપંચના જાહેરનામાં ને યોગ્ય ઠેરવે તેવી શક્યતા છે.

Share: