ભાજપે અલ્પેશ ઠાકોરના કટ્ટર હરીફ જુગલ ઠાકોરને રાજ્યસભાની ટિકિટ કેમ આપી..જાણો

June 25, 2019
 779
ભાજપે અલ્પેશ ઠાકોરના કટ્ટર હરીફ જુગલ ઠાકોરને રાજ્યસભાની ટિકિટ કેમ આપી..જાણો

એક સમયે અલ્પેશ ઠાકોર અને જુગલજી ઠાકોર ઠાકોરસેનામાં ખભેખભે મિલાવી કામ કરતા હતા. ગુજરાતમાં ઠાકોર સેનાને સક્ષમ બનાવવામાં આ બંને યુવા ઠાકોર નેતાઓની અહમ ભૂમિકા હતી પણ ધીરેધીરે ઠાકોરસેના પર અલ્પેશ ઠાકોરે દબદબો વધારી દીધો હતો. પોતાનાં મળતીઓને ઠાકોર સેનામાં હોદા આપી અલ્પેશ ઠાકોરે એક હથ્થું શાસન ચલાવવા માંડ્યું હતું આ કારણોસર જુગલજી ઠાકોરે બળવો પોકાર્યો હતો. અને અલ્પેશ ઠાકોરથી જુદા થઇ જુગલજી ઠાકોરે ઠાકોર સેનામાંથી રાજીનામુ આપી ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચની રચના કરી હતી.

એક સમયના મિત્રો અલ્પેશ ઠાકોર અને જુગલજી ઠાકોર રાજકીય દુશ્મન બન્યા હતા. અલ્પેશ ઠાકોરના બધા જ વિરોધીઓ જુગલજી ની સાથે જોડાયા હતા. હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ કરશે તેવી ચર્ચા છે. ભાજપમાં આવે તે પહેલા હાઇકમાન્ડે જુગલજી ઠાકરને રાજ્યસભામાં મોકલી અલ્પેશ ઠાકોરની પાંખો કાપી નાખી છે. ઠાકોરો પર હવે અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ ઘટ્યું છે. અલ્પેશ ઠાકોરની દયનીય સ્થિતિ બની છે.

Share: