ગુજરાત કોંગ્રેસે બે ઉમેદવારો જાહેર કર્યા.

June 25, 2019
 961
ગુજરાત કોંગ્રેસે બે ઉમેદવારો જાહેર કર્યા.

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે આખરે પોતાના ઉમેદવાર નક્કી કર્યા છે. ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા પર કોંગ્રેસે પંસદગી ઉતારી છે. આ બંને ઉમેદવારો આજે બપોરે વિજય મૃહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલ વિધાનસભાના વિપશ્યના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને બેઠક કરી હતી.

રાજ્યસભાની બે બેઠકો માટે અલગ અલગ મતપત્રકથી ચૂંટણી આયોજિત કરવા મામલે કોંગ્રેસે સુપ્રીમના દ્વારા ખટખટાવ્યા હતા અને આજે સુપ્રિમકોર્ટના ચુકાદા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસે ચંદ્રીકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી અને ગૌરવ પંડયાનું નામ નક્કી કર્યા હતા. જેમાંથી ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેનની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.

Share: