અફઘાનિસ્તાન સામે મેચ જીત્યા બાદ શાકિબ અલ હસને ટીમ ઇન્ડિયા માટે આપ્યું મોટું નિવેદન

June 25, 2019
 190
અફઘાનિસ્તાન સામે મેચ જીત્યા બાદ શાકિબ અલ હસને ટીમ ઇન્ડિયા માટે આપ્યું મોટું નિવેદન

સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું માનવું છે કે, બાંગ્લાદેશમાં ભારતને હરાવવાની તાકાત છે પરંતુ તેને ટાઈટલની પ્રબળ દાવેદાર ટીમને હરાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શાકિબ અલ હસને ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી અને ૫ વિકેટ લીધી હતી, જેના કારણે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને ૬૨ રનથી હરાવી દીધું હતું. હવે તેને ભારત (૨ જુલાઈ) અને પાકિસ્તાન (૫ જુલાઈ) ને હરાવવું પડશે જેથી તે સેમીફાઈનલમાં પહોંચી શકે.

શાકિબ અલ હસને જણાવ્યું છે કે, “ભારત ટોપ ટીમ છે અને ટાઈટલની પ્રબળ દાવેદાર છે. તેને હરાવવું સરળ રહેશે નહીં પરંતુ અમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.” તેમને જણાવ્યું છે કે, “અનુભવથી મદદ મળશે. અમે ભારતને હરાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ભારતની પાસે વર્લ્ડ સ્તરીય ખેલાડી છે જે તેમના દમ પર મેચ જીતાડી શકે છે. પરંતુ મારૂ માનવું છે કે, અમે તેમને હરાવી શકીએ છીએ.”

બાંગ્લાદેશના સ્પિન બોલિંગ કોચ સુનીલ જોશીએ જણાવ્યું છે કે, “અમને જાણ છે કે, તે સ્પિનરો સામે સારી રીતે રમે છે. પરંતુ અમે પણ સ્પીનના મહારથી છે અને આ અફઘાનિસ્તાન સામે સાબિત થઈ ગયું છે.” ભારત માટે ૧૫ ટેસ્ટ અને ૬૯ વનડે રમી ચુકેલા સુનીલ જોશીએ જણાવ્યું છે કે, ‘અમે સીમિત ઓવરોના પ્રારૂપમાં જોયું છેકે, અમારી ટીમ કેટલી સારી છે. અમે આર્યલેન્ડમાં જીત્યા, વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું અને છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વખત ભારતને હરાવવાના નજીક પહોંચ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને અફઘાનિસ્તાન સામે બોલ અને બેટથી કમાલ કરી દેખાડ્યો હતો. તેમને પહેલા બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી અને ત્યાર બાદ બોલિંગમાં ૫ વિકેટ લીધી હતી. તેની સાથે જ તેમને ઈતિહાસ રચ્યો છે. તે બીજા ક્રિકેટર છે જેમને વર્લ્ડ કપમાં એક મેચમાં અડધી સદી ફટકારવાની સાથે ૫ વિકેટ પણ લીધી છે. તેમને ભારતના યુવરાજ સિંહની બરાબરી કરી જેમને ૨૦૧૧ વર્લ્ડ કપમાં આર્યલેન્ડ સામે આ કારનામું કર્યું હતું. યુવરાજ સિંહે આર્યલેન્ડ સામે અણનમ ૫૦ રન બનાવ્યા અને ૩૧ રન આપી ૫ વિકેટ લીધી હતી.

Share: