કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ભાજપ ને સદન મા જોરદાર ટક્કર આપી શકે છે

June 25, 2019
 311
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ભાજપ ને સદન મા જોરદાર ટક્કર આપી શકે છે

લોકસભા મા સદન નું કામ કાજ ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ પશ્ચિમ બંગાળ ના બહેરામપુર ના કોંગ્રેસી સાંસદ અધીર રંજન ચૌધરી ને લોકસભા ના નેતા બનાવ્યા છે. તેમનું લોકસભા મા પ્રવચન ખૂબ સરસ રહ્યું છે.૩૦૦ થી વધુ ભાજપ ના સાંસદો અધીર રંજન ચૌધરી ના પ્રવચન ને સાંભળી ને અવાક બની ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમયે લોકસભા સદન મા હાજર હતા જ્યારે જ્યારે અધીર રંજન જી એ ભાજપ ની કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર ખૂબ સચોટ કટાક્ષ સાચી હકીકત દર્શાવી ને કહ્યા ત્યારે નરેન્દ્ર મોદી ના ચહેરા પરના હાવ ભાવ ઉતરી ગયેલાં હતા આ પ્રવચન ને સોશીયલ મિડીયા પર જોયા બાદ નરેન્દ્ર મોદી માટે લખ્યું છે.

અધીર રંજન એ પોતાના પ્રવચન દ્વારા લોકસભા મા દેશ આઝાદ થયા પછી કોંગ્રેસ પાર્ટી ની પ્રથમ સરકાર થી ડોકટર મનમોહન સિંહ ની સરકાર દ્વારા કરાયેલા અમુક કામો જ ગણાવ્યાં છે કારણ કે હજી તો કોંગ્રેસ પાર્ટી એ દેશ ના વિકાસ માટે કરેલી પાસેરા ની પુણી જેટલા જ કામો લોકસભા સદન મા કહ્યા બાદ 300 જેટલા ભાજપ ના સાંસદો અને અન્ય સરકાર ના સહયોગી સાંસદો જાણે પોતાની બેંચો પર ચોંટી ગયા અને હોઠ સીવી ને કાન ખુલ્લા રાખી ને કોંગ્રેસ ની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ ના કામો ને સાંભળતા હતા ત્યારે તેમના દિલ માં પણ સત્ય હકીકત તો કહેતી જ હોય કે આપણા નેતા નરેન્દ્ર મોદીએ માત્ર જુઠ્ઠી વાત ના જુમલા ફેંક્યા સિવાય દેશ ની પ્રગતિ માટે કોઈ ખાસ પ્રકારના કામો કર્યા જ નથી. જૂની કોંગ્રેસ ની યોજના ઓ ના માત્ર નામ બદલી ને દેશ ની પ્રગતિ અને વિકાસ નું નામ લઇને વિદેશો મા પ્રવાસ કરી ને પોતે પોતાની જાતને જ ખુશ કરી છે બીજું કશું કર્યું નથી તે વાત બધા જ ભાજપ અને સહયોગી પાર્ટીઓ ના સાંસદો જાણે છે.

પણ જે તરફ સત્તા નો પવન હોય તે તરફ લાભ લેવા વાળા તક સાધુ રાજ નેતા ઓ ના કારણે જ આજે દેશ વિકાસ ની દોડ મા ૨૦/૨૫ વર્શ પાછલ રહી ગયો છે. લોક સભા મા અધીર રંજન એ નરેન્દ્ર મોદી ને સાફ સાફ કહ્યું હતું કે મોદી જી ૨૦૧૪ ની ચુંટણી પ્રચાર વખત તમે 2g અને કોલસા કૌભાંડ માટે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને ડોકટર મનમોહન સિંહ પર ચોરી અને ભ્રષ્ટાચારો ના આરોપો લગાવી ને ચુંટણી જંગ જીત્યો હતો અને ચુંટણી પ્રચાર વખતે તમે દેશ ની જનતા ને ભરોશો આપ્યો હતો કે હું વડા પ્રધાન નહિ પણ ચોકીદાર તરીકે દેશ મા કૌભાંડ કરનાર ને જેલ માં મોકલી દઈશ ત્યાર હું તમને કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદી જી અત્યારે જ લોકસભા સદન મા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાંસદ બનીને કેવી રીતે બેઠા છે તમે તેમના પર કૌભાંડો મામલે કેસ દાખલ કરી ને જેલ ભેગા કેમ ન કર્યા કારણ કે મોદી જી તમે ૨૦૧૪ ની ચુંટણી પ્રચાર વખતે પણ દેશ ની જનતા ને ગુમરાહ કરી રહ્યા હતા અને આજે પણ આ જ આજ કામો કરી રહ્યા છો તમે માત્ર કોંગ્રેસ પાર્ટી ને બદનામ કરવા સિવાય કશું કરતા નથી જ્યારે અમે આજે પણ ભાજપ ના નેતા અટલ બિહારી વાજપેયી ની ખુબ ઈજ્જત કરી રહ્યા છીએ ત્યારે તમારે પણ દેશ ના તમામ વડા પ્રધાનો ની ઈજ્જત કરી ને ગંભીરતા પૂર્વક કોઈ રાજકીય કાવા દાવા વગર તેમને કરેલા દેશ ના વિકાસ ના કામો ની તારીફ વખાણ કરવા જોઈએ. બીજું કે આજે તમે વિશ્વ મા ગમે તે દેશો મા ભારત ના વડા પ્રધાન તરીકે આટલું મોટું માનસન્માન મેળવી રહ્યા છો તેનાથી કોંગ્રેસ પાર્ટી ખુસ છે પણ તમારે એ વાત ભૂલવી ના જોઈએ ભારત દેશ મા કોંગ્રેસ પાર્ટી એ કરેલા વિકાસ ને કારણે દેશ ની વડા પ્રધાન ની ખુરશી નું આ માનસન્માન છે કોઈ વ્યક્તિ નું નહિ. આ આર્ટિકલ લખતી વખતે હું ખૂબ ખુશ છું કે જે શબ્દો નો પ્રયોગ હું સોસિયલ મિડીયા મા છેક ૨૦૧૧/૧૨ થી કરતો હતો તેવા જ શબ્દ પ્રયોગ દ્વારા કોંગ્રેસ પાર્ટી ના લોકસભા નેતા અધીર રંજન ચૌધરી એ કરીને પોતાના અહંકાર ઘમંડ મા રાચતા નરેન્દ્ર મોદી ને કહી ને બોલતી બંધ કરી છે તે ખૂબ જ આવકારદાયક છે ભવિષ્ય માં પણ લોકસભા હોય કે રાજસભા માં કોંગ્રેસ પાર્ટી ના સાંસદો દ્વારા લોકશાહી ઢબે આવી ધારદાર અને સચોટ વાતો થી જૂઠ ફેલાવનાર ભાજપ ને વળતો જવાબ આપીને લોકશાહી બચાવવી જોઈએ. જય હિન્દ જય ભારત.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: