
ગુગલ પ્લે સ્ટોર પર એક રિસર્ચ કરવામાં આવી છે જેમાં હેરાન કરી કરનારી રિપોર્ટ સામે આવી છે. યુનિવર્સીટી ઓફ સિડની અને CSIRO ના Data61 ના સંશોધનકારોએ પ્લે સ્ટોર પર ઇનવેસ્ટિગેશનની છે જેમાં ૨૦૦૦ થી વધુ ફેક એપ્સની જાણ થઈ છે. સંયુક્તમાં કરવામાં આવેલ આ રિસર્ચમાં કુલ મળીને ૧.૨ મિલિયન એપ્સ સામેલ હતી જેમાંથી ઘણી પ્રખ્યાત એપ્સના ફેક વર્ઝનોને શોધી કાઢ્યાં છે. સ્ટડીમાં જાણ થઈ છે કે, ટેમ્પલ રન, ફ્રી ફલો અને હિલ ક્લાઇંબ રેસિંગ જેવી એપ્સના ફેક વર્ઝન પ્લે સ્ટોર પર રહેલા છે.
સ્ટડીથી જાણ થઈ છે કે, પ્લે સ્ટોર પર રહેલી વાસ્તવિક એપ્સ નકલી એપ્સની સમાન જોવા મળે છે જેના કારણે તેને ઓળખવી ઘણી મુશ્કેલ છે. ગુગલના પ્રવક્તાએ જણાવ્યું છે કે, જ્યારે અમે કોઈ એપને પોતાની પોલીસીનું ઉલ્લંધન કરતા જોઈએ છીએ તો તેને અમે તેને પ્લે સ્ટોરથી રીમુવ કરી નાખીએ છીએ.”
સ્ટડીમાં સ્પસ્ટ કરવામાં આવ્યું છે કે, આ એપ્સનો ઉપયોગ યુઝર્સની ડેટા ચોરી માટે અથવા ડીવાઈઝ પર મેલવેયર અટેક કરવા માટે કરવામાં આવે છે. જયારે તેનો ઉપયોગ કરવા પર યુઝર્સને આર્થિક નુકસાન થવાનો ખતરો વધી જાય છે.
પ્લે સ્ટોર પર રહેલી એપ્સની સ્ટડીમાં કુલ મળીને બે વર્ષનો સમય લાગ્યો છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, પ્લે સ્ટોર પર વર્તમાન ટોપ ૧૦,૦૦૦ એપ્સમાંથી ૨૦૪૦ એપ્સ ફેક છે. સ્ટડીમાં ૧૫૬૫ એપ્સ એવી હતી જે યુઝર્સથી બિનજરૂરી પરવાનગીઓની માંગ કરી રહી હતી જોકે ઓરિજનલ એપ્સ માંગતી નથી.