સ્થળના નામમાં એક અક્ષરની ભૂલે વૃદ્ધને કરાવી ૧૪૦૦ કિમીની ખોટી યાત્રા

June 26, 2019
 547
સ્થળના નામમાં એક અક્ષરની ભૂલે વૃદ્ધને કરાવી ૧૪૦૦ કિમીની ખોટી યાત્રા

આપણી ઉતાવળ અથવા કોઈ ભૂલના કારણે નાની ભૂલ પણ આપણા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જગ્યાના નામમાં નાની એક ભૂલના કારણે એક વૃદ્ધને ઘણી મુશ્કેલી થઈ ગઈ છે. જગ્યાના નામમાં માત્ર એક અક્ષરની ભૂલ થઈ હતી અને ૮૧ વર્ષના વૃદ્ધને જ્યાં પહોંચવાનું હતું તેની જગ્યાએ તે કોઈ બીજી જ જગ્યાએ પહોંચી ગયા હતા.

આ બાબત બર્લિનની છે જ્યાં વૃદ્ધને જે જગ્યા પર પહોંચવાનું હતું ત્યાં ના પહોંચી ૧૪૦૦ કિલોમીટર દુર કોઈ અન્ય સ્થાન પર પહોંચી ગયા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર ૮૧ વર્ષના આ વૃદ્ધને ચર્ચના પોપથી મળવાની ઈચ્છા હતી. તેના કારણે વૃદ્ધ પોતાની જગુઆર કારમાં સવાર થઈને બર્લિનથી રોમ માટે ચાલી નીકળ્યા હતા. રોમ પહોંચવા માટે તેમને પોતાની નેવીગેશ્ન એપ ઓન કરી લીધી અને રોમ માટે નીકળી ગયા હતા.

તેમનાથી માત્ર એટલી ભૂલ થઈ ગઈ કે, તેમને નેવીગેશન એપમાં રોમના અંગ્રેજી નામમાં સ્પેલિંગની ભૂલ કરી દીધી હતી. વૃદ્ધની આ નાની ભૂલના કારણે તે ખોટી જગ્યાએ પહોંચી ગયા હતા. ખોટી જગ્યાએ પહોંચવામાં તેમને પોપના વિષેમાં શોધખોળ કરી તો કોઈ જાણકારી મળી નહોતી. લોકોનું કહેવું હતું કે, તે રોમમાં જ છે.

થોડા સમય બાદ વૃદ્ધને સમજાયું કે, પશ્વિમ જર્મનીના નાર્થ રાઈન વેસ્ટફેલીયાના રોમ શહેરમાં છે જેનું અંગ્રેજીમાં નામ (ROM) લખવામાં આવે છે ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ તેમને જે રોમમાં જવાનું હતું તેનો અંગ્રેજીમાં સ્પેલિંગ (ROME) છે. અંગ્રેજીમાં E અક્ષરની ભૂલના કારણે તે જે જગ્યાએ જવાનું હતું તે જગ્યાથી ૧૪૦૦ કિલોમીટર દુર પહોંચી ગયા હતા. ભૂલના કારણે આ ઘટના કોઈની પણ સાથે ઘટી શકે છે.

Share: