
બીએસએનએલ કેટલાક મહિનાઓમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા-નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. નવા અને આકર્ષક પ્લાન્સ લોન્ચ કરવાની દિશામાં એક પગલું આગળ વધતા બીએસએનએલે પોતાના કેરળના સબ્સક્રાઈબર્સ માટે ૧૩૪૫ રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષ એટલે ૩૬૫ દિવસની વેલીડીટી મળશે એટલે પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટા મળશે.
એક્સટ્રા ૧૦ જીબી ડેટા
આ પ્લાનમાં યુઝર્સને ૧૦ જીબી ડેટા રિઝર્વ પણ મળશે જેનો ઉપયોગ તે ડેલી લીમીટના સમાપ્ત થયા બાદ કરી શકે છે. આ પ્લાનને ખાસકરીને ડેટા બેનીફીટ માટે ડીઝાઇન કરવામાં આવ્યું છે, એટલા માટે તેમના કોઈ પ્રકારના કોલિંગ અથવા એસએમએસ બેનીફીટ મળશે નહીં. બીએસએનએલનો આ પ્લાન ૯ સપ્ટેમ્બરથી લાઈવ થઈ જશે. તમને જણાવી દઈએ કે, કંપની તેને માત્ર એક પ્રમોશનલ પ્લાન તરીકે લોન્ચ કરી રહી છે.