રિલાયન્સ જિયોના આ શાનદાર પ્લાન્સમાં મળી રહ્યો છે ૧.૫ જીબી ડેટા

June 30, 2019
 630
રિલાયન્સ જિયોના આ શાનદાર પ્લાન્સમાં મળી રહ્યો છે ૧.૫ જીબી ડેટા

રિલાયન્સ જિયો યુઝર્સને માત્ર ૧૪૯ રૂપિયામાં ૨૮ દિવસ માટે પ્રતિદિવસ ૧.૫ જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહી છે. તેના સિવાય જિયોની પાસે દરરોજ ૧.૫ જીબી ડેટા વાળા ૫ પ્લાન્સ રહેલા છે. જેમાં યુઝર્સને અનલીમીટેડ કોલિંગ સાથે ૧૦૦ એસએમએસ પણ દરરોજ ઉપયોગ કરવા મળે છે.

૩૪૯ રૂપિયા વાળા પ્લાન

યુઝર્સ જો ૩૪૯ રૂપિયા વાળા પ્લાન એક્ટીવેટ કરે છે તો તેમને ૭૦ દિવસની વેલીડીટી સાથે ૧.૫ જીબી દરરોજ મળે છે. તેમાં અનલીમીટેડ કોલિંગ સિવાય ૧૦૦ એસએમએસ દરરોજ ઉપયોગ કરવાના મળે છે.

૩૯૯ રૂપિયા વાળા પ્લાન

તેમાં ૩૪૯ રૂપિયા વાળા પ્લાનમાં બધા બેનીફીટીસ મળે છે. અલગ એ છે કે, તેમાં ૮૪ દિવસની વેલીડીટી મળે છે જોકે ૩૪૯ રૂપિયાવાળા પ્લાનમાં ૭૦ દિવસની વેલીડીટી છે.

૪૪૯ રૂપિયા વાળા પ્લાન

આ પ્લાનની વેલીડીટી ૯૧ દિવસની છે અને તેમાં પણ યુઝર્સને દરરોજ ૧.૫ જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. તેના સિવાય દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ પણ મળે છે.

૧૬૯૯ રૂપિયા વાળા પ્લાન

જિયોના આ એનુઅલ પ્લાનમાં યુઝર્સને સંપૂર્ણ ૩૬૫ દિવસ માટે દરરોજ ૧.૫ જીબી ડેટા મળે છે જયારે યુઝર્સને લોકલ અને એસટીડી અનલીમીટેડ કોલિંગ પણ મળે છે. તેની સાથે આ પેકમાં યુઝર્સને દરરોજ ૧૦૦ એસએમએસ ઉપયોગ કરવા મળે છે.

Share: